ETV Bharat / state

Kheda Crime: દારૂના નશામાં ભાઈએ એવું માંગી લીધુ કે, ગુસ્સે ભરાયેલી બહેને ઢીમ ઢાળી દીધુ - Murder

ખેડા જિલ્લામાં દિવસે દિવસે ગુનાખોરીના કેસ વધી રહ્યા છે. ચોરી, લૂંટ અને છેડતી બાદ હવે હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક બહેને જ પોતાના ભાઈની હત્યા કરીને કાયમી ધોરણે એના શ્વાસ બંધ કરી દીધા હતા. નશામાં રહેલા ભાઈએ બહેન પર કુકર્મ આચરવા માટે પ્રયાસ કર્યો હોવાનું પોલીસ વિગતમાંથી જાણવા મળે છે.

Kheda Crime: દારૂના નશામાં ભાઈએ એવું માંગી લીધુ કે, ગુસ્સે ભરાયેલી બહેને ઢીમ ઢાળી દીધુ

author img

By

Published : Jun 6, 2023, 9:50 AM IST

Kheda Crime: દારૂના નશામાં ભાઈએ એવું માંગી લીધુ કે, ગુસ્સે ભરાયેલી બહેને ઢીમ ઢાળી દીધુ

નડીયાદઃ નડીયાદ પાસે આવેલા મંજીપુરા ગામે દારૂના નશામાં ધૂત બનેલા ભાઈએ પોતાની વિધવા બહેન સાથે અઘટિત માંગણી કરતા બહેન દ્વારા ભાઈની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલિસ દ્વારા હત્યા કરનાર બહેન સામે ગુનો નોંધી કાયદેસરની કામગીરી કરવામાં આવી છે. બહેને ધારિયું અને દંડાથી હુમલો કર્યા બાદ પડી ગયો હોવાનું જણાવી ભાઈને હોસ્પિટલ લઈ જવાયો હતો. પણ પોલીસને આશંકા જતા હત્યાનો ભેદ ખૂલ્યો હતો.

PM રીપોર્ટમાંથી ખબર પડીઃ પોલિસને કેસ શંકાસ્પદ જણાતા તપાસ કરાઈ હતી. પોલિસ તપાસમાં અને પીએમ રિપોર્ટમાં તિક્ષ્ણ હથિયારની ઈજાને કારણે મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું હતું. ગત તારીખ 3ના રોજ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદથી નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી. જેમાં નડીયાદ નજીક આવેલા મંજીપુરા ગામના સુનિલ પરમાર નામના વ્યક્તિને સારવાર અર્થે કરમસદ લાવવામાં આવ્યો હતો.

રસ્તામાં મૃત્યુંઃ પરંતુ તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. પોલીસે પ્રાથમિક તબક્કે પુછતાછ કરતા મૃતકની બહેન સંગીતા ગોહિલે જણાવ્યું હતું કે, મારો ભાઈ ઘરની બહાર ચાલતા ચાલતા પડી જવાથી તેને ઇજાઓ પહોંચી હતી. બહેનના આ સ્ટેટમેન્ટથી પોલીસે સૌપ્રથમ અકસ્માત મોત દાખલ કરી ત્યારબાદ મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભાઈએ નશાની હાલતમાં બહેન સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરેલો એને પરિણામે બહેને ભાઈની હત્યા કરેલ છે.પોલિસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધેલો.પીએમ દરમ્યાન તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હોવાની વાત બહાર આવતા પોલિસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી 302 મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરેલ છે.---વી.આર. બાજપેયી (નડીયાદ ડી.વાય.એસ.પી)

હત્યા થઈ હોવાનું ખુલ્યુઃ પોલિસને શંકાસ્પદ જણાતાં તપાસ કરતાં મૃતદેહ પર તિક્ષ્ણ હથિયારથી ઘા કર્યાના તેમજ દંડાથી માર મારતા સોળ પડી જવાના નિશાન મળી આવ્યા હતા. તેમજ પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે, મૃતકને માથાના ભાગે કોઈ તિક્ષ્ણ હથિયારથી મારવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટના આધારે પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ શરૂ કરાઈ હતી.

કબૂલાત કરી દીધીઃ સંગીતા ગોહિલની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. જે દરમિયાન બહેન ભાંગી પડી હતી અને તેણે પોતાનો ગુનો કબુલ કર્યો હતો.ગુનો કબુલ કરતા બહેને જણાવ્યું હતું કે, પોતાનો ભાઈ નશાની હાલતમાં હોઈ તેની પાસે અશ્લીલ માંગણીઓ કરી હતી. જેમાં રસોઈ બનાવવા બેઠી હતી ત્યારે પોતાનો જ ભાઈ હાથ પકડી જોર જબરજસ્તી કરવા લાગ્યો હતો. જેન લઈ પોતાના રક્ષણ માટે નજીકમાં પડેલું ધારિયુ માથાના ભાગે માર્યું હતું. તેમજ દંડા માર્યા હતા. માથાના ભાગે ઇજા પહોંચતા ભાઈ ત્યાંનો ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ભાઈને સારવાર મળતા પહેલાં જ ભાઈનું મૃત્યુ થયું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.