- ખેડા જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ
- જિલ્લામાં દર્દીઓના વધવાના દરમાં સતત થઈ રહેલો વધારો
- ખેડા જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 24 કેસ નોંધાયા
ખેડાઃ જિલ્લામાં ગુરુવારે કોરોનાના વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નડિયાદ- 18, મહુધા-02, મહેમદાવાદ-01, કપડવંજ-01, ખેડા -01, અને ઠાસરાનો -01 કેસ સામેલ છે.
આ પણ વાંચોઃ નડિયાદમાં વધતા કોરોના કેસોને લઈ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવા લોકોને અપીલ
જિલ્લામાં દર્દીઓના વધવાના દરમાં સતત વધારો
છેલ્લા કેટલાક દિવસોથી ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના વધવાના દરમાં વધારો થઈ રહ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. જિલ્લામાં ગુરુવારે નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ ખેડા કોરોના અપડેટ : 26 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 2,089
તંત્ર દ્વારા કાર્યવાહી સઘન બનાવાઈ
જિલ્લામાં રોજબરોજ વધી રહેલા કોરોના સંક્રમણને લઈને તંત્ર દ્વારા મહામારી ફેલાતી અટકે તે માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જે તે વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા સહિતની વિવિધ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ ઉપરાંત જિલ્લામાં હાલ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે.