ડાકોર યાત્રાધામ ડાકોર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેને લઈ હાલ મંદિર તમામ તૈયારીઓ કરી ઉજવણીને લઈ સજ્જ બન્યું છે. જન્માષ્ટમી પર્વને લઈ ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીએ મધરાતે રંગેચંગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
રણછોડરાયજીના આભૂષણ સજાવાશે રણછોડરાયજી મંદિરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવશે. ડાકોરને ગોકુળ વૃંદાવન જેવું બનાવાશે. રાત્રિના 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે તે સાથે જ ભગવાન રણછોડરાયજીને કિંમતી આભૂષણ પહેરાવવામાં આવશે.
આ પણ વાંચો Janmashtami 2022 દ્વારકામાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો દર્શનના સમય જાણો
રત્નજડિત સોનાનો મોટો મુગટ પહેરાવાશે ડાકોરના ઠાકોર રણછોડરાયજીનેે રત્નજડિત સોનાનો મોટો મુગટ ધરાવવામાં આવશે. તેમજ ગોપાલલાલજી મહારાજને સોનાના પારણાંમાં ઝુલાવવામાં આવશે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જે વહેલી સવાર સુધી ચાલશે. જેને લઇ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા ભક્તો તત્પર બન્યા છે.
આ પણ વાંચો શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ
રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાયો કૃષ્ણ જન્માષ્ટમીને લઈ મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમી ઉજવણીને લઈને મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ ઉમટવાનો છે ત્યારે ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સહિતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. Ranchhodraiji temple Dakor Krishna Janmashtami in Dakor Gold Cradle for Ranchhodraiji Ornaments of Ranchodraiji