ETV Bharat / state

નડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી

વર્તમાન સમયમાં દરેક જગ્યાએ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં આવેલા નડીયાદ તાલુકામાં એક શિક્ષકે કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એક વિશેષ રંગોળી તૈયાર કરી છે. વાલ્લા પ્રાથમિક શાળાના કોરોના યોદ્ધા શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટે ઘર આંગણે જ 40 ફૂટની વિશાળ કલાત્મક રંગોળી બનાવી પ્રેરક સંદેશ આપ્યો છે.

નડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવીનડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી
નડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી
author img

By

Published : Apr 17, 2021, 3:53 PM IST

  • લોકોને કોરોના અંગે જાગૃત કરવા શિક્ષકે બનાવી રંગોળી
  • વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી
  • લોકોને પ્રેરક સંદેશ આપવા માટે શિક્ષકે રંગોળી તૈયાર કરી

ખેડાઃ નડીયાદ તાલુકાના વાલ્લા પ્રાથમિક શાળાના કોરોના યોદ્ધા શિક્ષક દ્વારા લોકોમાં કોરોના અંગે જાગૃતિ વધે તે માટે અવનવા પ્રયાસો અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત ઘરઆંગણે કલાત્મક રંગોળી બનાવી કોરોના અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકે ઘર આંગણે 40 ફૂટની વિશાળ રંગોળી દોરી લોકોને પ્રેરક સંદેશ આપ્યો છે. રંગોળીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

લોકોને કોરોના અંગે જાગૃત કરવા શિક્ષકે બનાવી રંગોળી

આ પણ વાંચોઃ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ

વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી

કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત

કોરોનાના કેસ વધતા કોરોનાની ગાઈડલાઈનનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટે ઘર આંગણે જ 40 ફૂટની વિશાળ કલાત્મક રંગોળી તૈયાર કરી લોકોને એક સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી

રંગોળીમાં જનતાને હાથ જોડીને વિનંતી કરવામાં આવી

શિક્ષકે પોતાની રંગોળીમાં 'નિયમ પાલનનું ભાન, બચાવશે ભાઈ જાન' લખ્યું હતું. રંગોળીમાં જનતાને હાથ જોડીને વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ રંગોળીમાં વેક્સિનેશનનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમજ પ્રથમ રસીકરણ દર્શાવ્યું છે ત્યારબાદ માસ્ક, સામાજિક અંતર, સેનિટાઈઝેશન, યોગ પ્રાણાયામ અને આરોગ્ય સેતુ એપ દર્શાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.