- સીટી સર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
- રૂપિયા 12 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
- ખેડા ACBએ કાર્યવાહી હાથ ધરી
ખેડા : કઠલાલ શહેર વિસ્તારમાં આવેલ ત્રણ મિલ્કતોની કઠલાલ સીટી સર્વેની કચેરીમાં નોંધ કરાવાની બાકી હોવાથી ફરિયાદીએ જરૂરી કાગળો અને આધાર પુરાવા સાથે અરજી કરી હતી.
મિલ્કત નોંધણીની એપ્લિકેશનમાં સી.ટી. સર્વે નંબર લખેલો નથી
અરજીના અનુસંધાને કઠલાલ સીટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયર બ્રિજેશકુમાર રમેશ પટેલનાઓએ તમારી મિલ્કતમાં નોંધ પડાવવા માટેના કાગળો અધુરા હોવાથી તમામ દસ્તાવેજી પુરાવા લઇને આવજો તેમ જણાવ્યુ હતું. તેમજ કપડવંજ સીટી સર્વે કચેરીના ઈન્ચાર્જ શિરસ્તેદાર રાહુલકુમાર પોપટલાલ પટેલ નાઓએ તમારી મિલ્કત નોંધણીની એપ્લિકેશનમાં સી.ટી. સર્વે નંબર લખેલો નથી એવુ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સરીગામના સરપંચ અને તેનો પતિ 50 હજારની લાંચ લેતા ઝડપાયા
રૂપિયા 12,000 લાંચ પેટે આપી જવાનું જણાવ્યું
જે બાદ ફરિયાદી સીટી સર્વેની કચેરીએ રૂબરૂ મળવા જતા બ્રિજેશ પટેલે દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા ન હોવાથી વ્યવહાર કરવો પડશે તેમ જણાવી રૂપિયા 15,000ની લાંચની માંગણી કરી હતી. બાદમાં બ્રિજેશ પટેલે ફરિયાદીને રાહુલ પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરાવતા ફરિયાદીએ રકઝક કરતાં અંતે બન્નેએ રૂપિયા 12,000 લાંચ પેટે આપી જવાનું જણાવ્યું હતું.
ACBનો સંપર્ક કરી ફરિયાદ કરતા ACBએ લાંચનું છટકુ ગોઠવ્યું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કરી ફરિયાદ કરતા ACBએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં બ્રિજેશ પટેલ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. તેમજ રાહુલ પટેલ રૂબરૂ લાંચની રકમ બાબતે ટેલિફોનિક સંમતિ આપતા પકડાઇ ગયો હતો. જેને લઈ ACB દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.