- જિલ્લામાં વધુ 91 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- નિવાસી અધિક કલેક્ટર પણ કોરોના સંક્રમિત
- જિલ્લામાં 349 દર્દીઓ સારવાર હેઠળ
ખેડાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 ક્લાકમાં જિલ્લામાં નડિયાદમાં-45, મહુધામાં-12, માતરમાં-12, ખેડામાં-8, કપડવંજમાં-05, કઠલાલમાં-04, ઠાસરામાં-01, વસોમાં-02, મહેમદાવાદમાં -02 મળી કુલ 91 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં કોરોનાના નવા 69 કેસ નોંધાયા
નિવાસી અધિક કલેક્ટર પણ કોરોના સંક્રમિત
જિલ્લામાં વધી રહેલા સંક્રમણ દરમિયાન 24 ક્લાકમાં ખેડા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા પણ કોરોના સંક્રમિત થયા છે. જેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,702 કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધી કુલ 4,702 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 4,333 દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે હાલ જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં કુલ 349 દર્દીઓ સારવાર માટે દાખલ છે.