ખેડા યાત્રાધામ ડાકોરમાં આમ આદમી પાર્ટીના ઠાસરા વિધાનસભા બેઠકના (Aam Aadmi Party Thasara seat) ઉમેદવાર નટુભાઈના સમર્થનમાં પંજાબના સીએમ ભગવંત માનનો રોડ શો (AAP Road show in Dakor) યોજાયો હતો. પંજાબના મુખ્ય પ્રધાન (Chief Minister of Punjab) ભગવંત માન રોડ શો દરમિયાન ડાકોર રણછોડજી મંદિર પરિસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાષણ કર્યુ હતું. જે બાદ મંદિરમાં દર્શન કર્યા વિના તેઓ આગળ નીકળી ગયા હતા. જ્યારે તેમની સાથેના ઠાસરા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર (AAP candidate from Thasara assembly seat) નટુભાઈ રાઠોડ તેમજ AAPના કાર્યકરો રણછોડજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
આપ પાર્ટી હિન્દુ વિરોધી હોવાનો ગણગણાટ મુખ્યપ્રધાન ભગવંત માન રણછોડજી મંદિરમાં દર્શન (Ranchodji temple in Dakor ) કરવા ન જતા રાજકારણ ગરમાયું હતું. જેને લઈ AAP પાર્ટી હિન્દુ વિરોધી (Aam Aadmi Party is anti Hindu) કામ ચલાવી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. જે બાદ સોશિયલ મીડીયા પર પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી.
ગુજરાતમાં થશે આપનું સામ્રાજ્ય :ભગવંત માન મુખ્યપ્રધાન ભગવંત માને રોડ શોમાં સંબોધન કરતા ભાજપ પર આક્ષેપ કરતા ભ્રષ્ટાચારવાળી ભાજપ સરકારને ધરમૂળમાંથી કાઢી અને આપનું સામ્રાજ્ય ગુજરાતમાં થશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ આપના ઈશુદાન ગઢવીને ગુજરાતના સીએમ બનાવવા માટે આહ્વાન કર્યુ હતું. તેમણે કાર્યકર્તાઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલ હાર અર્પણ કરી અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી ચડાવી રણછોડજી મંદિર સામે હીરાલક્ષ્મી ટાવર પાસે (Hiralakshmi Tower in Khedana Dakor) મોટી જનમેદનીને સંબોધન કર્યુ હતું.