ખેડા આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) યોજાવાની છે.જેને લઇ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ઇટીવી ભારત દ્વારા ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકોથી વાંચકોને પરિચિત કરાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે આપણે જાણીશું ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક (Mahudha Assembly Seat)વિશે.
મહુધા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી ગ્રામીણ વિસ્તારની આ વિધાનસભા બેઠક ક્ષત્રિય પ્રભુત્વવાળી બેઠક છે.જ્યાં 60 ટકા ઉપરાંત ક્ષત્રિય મતદારો છે તેમજ 15 ટકા જેટલા મુસ્લિમ મતદારો છે.જે ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો અહીં પરિણામ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે અહીં અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં જોવા મળ્યું છે. આ બેઠક (Mahudha Assembly Seat)પર છેલ્લે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે.જે મુજબ 1,27,585 પુરૂષ મતદારો, 1,20,058 સ્ત્રી મતદારો તેમજ અન્ય 5 મળી કુલ 2,47,678 મતદારો છે.
અગાઉની ચૂંટણીના પરિણામ છેલ્લી કેટલીય ટર્મથી અહીં (Mahudha Assembly Seat)સતત એક જ ઢબનું કોંગ્રેસ તરફી પરિણામ જોવા મળ્યું છે. ક્ષત્રિય પ્રભુત્વવાળી બેઠક ( Assembly seat of Mahudha ) હોવાથી 2012માં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા ક્ષત્રિય ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસમાંથી નટવરસિંહ ઠાકોર અને ભાજપમાંથી ખુમાનસિંહ સોઢા ઉમેદવાર હતા.જેમાં કુલ 138286 મતદાન નોંધાયું હતું. જેમાંથી નટવરસિંહ ઠાકોરને 58373 જ્યારે ખુમાનસિંહ સોઢાને 45143 મત મળતા નટવરસિંહ ઠાકોરનો વિજય થયો હતો.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માં ( Gujarat Assembly Election 2017 ) કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમાર ( Indrajitsinh Parmar Seat ) અને ભાજપના ભારતસિંહ પરમાર ( Bharatsinh Parmar Seat ) ઉમેદવાર હતા.જેમાં થયેલા કુલ 156222 ના મતદાનમાંથી ઇન્દ્રજીતસિંહ પરમારને 78006 જ્યારે ભારતસિંહ પરમારને 64405 મત મળ્યા હતા.જેમાં ઇન્દ્રજીતસિંહ પરમારની જીત થઈ હતી.
મહુધા વિધાનસભા બેઠકની ખાસિયત અહીં મુખ્યત્વે ખેડૂત વર્ગનો મતદાર છે. વિસ્તારમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે.તમાકુ,અનાજ સહિતના પાકોનું સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મહુધા વિધાનસભા બેઠક (Mahudha Assembly Seat) વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે. આ બેઠક પર છેલ્લી કેટલીયે ટર્મથી એકધાર્યું કોંગ્રેસનું શાસન છે. બાપુ તરીકે જાણીતા સાલસ સ્વભાવના પીઢ નટવરસિંહ ઠાકોર અહીં 2012 સુધી સતત 6 ટર્મ ચૂંટાયા છે. જે બાદ હાલ તેમના પુત્ર ઇન્દ્રજીતસિંહ પરમાર ( Indrajitsinh Parmar Seat ) ધારાસભ્ય છે.
મહુધા વિધાનસભા બેઠકની માગ મહુધા વિધાનસભા બેઠક (Mahudha Assembly Seat)વિસ્તારમાં પીવાનું પાણી,સિંચાઈ,રસ્તા,ગટર, યોજનાઓમાં કૌભાંડ સહિતની સમસ્યાઓ છે. જેના ઉકેલની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.ખેતી માટે સિંચાઇ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પરંતુ તે અપૂરતી છે. ક્યાંક કેનાલ બન્યાના વર્ષો બાદ પણ પાણી પહોંચ્યું નથી.ક્યાંય વારંવાર માંગ છતાં કેનાલમાં નિયમિત પાણી અપાતું નથી.તો વળી તાલુકાના કેટલાય વિસ્તારમાં આ સુવિધા દુવિધા બની છે. અવારનવાર કેનાલમાં ગાબડા પડતા હોવાને લઇ વારંવાર કેનાલના પાણી ખેતરો અને ઘરોમાં ઘુસી જવાની સમસ્યા રોજિંદી બની છે.જે સમસ્યાના ઉકેલની માંગ કરવામાં આવી રહી છે.