ETV Bharat / state

નડિયાદમાં ગાર્ડ ઓફ ઓનર સાથે CRPF જવાનને અંતિમ વિદાય - પોલીસ

મુળ નડિયાદના રહેવાસી શ્રીનગરમાં CRPFમાં પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના દેહને નડિયાદ ખાતે લાવવામાં આવ્‍યો હતો. નડિયાદ શહેરમાં SRP સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર CRPF માં ફરજ નિભાવી રહયા હતા.

નડિયાદમાં ગાર્ડ ઓફ ઓનર સાથે CRPF જવાનને અંતિમ વિદાય

author img

By

Published : Feb 9, 2021, 1:41 PM IST

  • શ્રીનગરમાં ફરજ દરમિયાન CRPF જવાન શહીદ
  • શ્રીનગર ખાતે ફરજ દરમિયાન હાર્ટ એટેક
  • ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

ખેડા: મુળ નડિયાદના રહેવાસી શ્રીનગરમાં CRPFમાં પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના દેહને નડિયાદ ખાતે લાવવામાં આવ્‍યો હતો. નડિયાદ શહેરમાં SRP સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર CRPF માં ફરજ નિભાવી રહયા હતા.

હ્દય રોગનો હુમલો આવતા મૃત્યુ

શ્રીનગરમાં CRPFમાં પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના દેહને નડિયાદ ખાતે લાવવામાં આવ્‍યો હતો. નડિયાદ શહેરમાં SRP સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર CRPF માં ફરજ નિભાવી રહયા હતા. તેઓ શ્રીનગરમાં પોતાની ફરજ પર હાજર હતા તે સમયે તેઓને હ્દય રોગનો હુમલો આવતા તેઓને તુરત સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ તેઓના પરિવારને નડિયાદ ખાતે કરવામાં આવી હતી. આજે સવારે તેઓના અંતિમ સંસ્‍કારની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના નશ્વર દેહને નડિયાદ ખાતે તેઓની 12 વર્ષીય દિકરી વૈષ્‍ણવી અને 4 વર્ષીય દિકરી દિવ્‍યાએ અગ્નિદાહ આપ્‍યો હતો.

ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

અંતિમ વિદાય વેળા પોલીસ સલામી આપવામાં આવી હતી.તેમજ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.આજે સવારે તેઓના નિવાસ સ્‍થાન મહાલક્ષ્‍્મી સોસાયટીથી અંતિમ યાત્રા સવારે ભારત માતાકી જય અને વીર જવાન અમર રહોના નારા સાથે નીકળી હતી. ​ઉલ્‍લેખનીય છે કે, તેઓ ગત 4 ફેબ્રુઆરીએ તેઓની રજા પુરી કરીને શ્રીનગર(કુપવાડા) ખાતે ગયા હતા. તેમજ 6 ફેબ્રુઆરીના રોજ તેઓની નોકરી ઉપર હાજર થયા હતા. તેઓ ફરજનો સમય પતાવી પરત ફર્યા ત્યારે તેઓને હાર્ટએટેક આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.