ETV Bharat / state

Grape Annakut Festival: વડતાલધામ ખાતે 4000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ યોજાયો - શાસ્ત્રોક્ત વિધિ

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં રવિવારના રોજ દેવોને 4,000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. તેમજ શાસ્ત્રોક્ત વિધીથી રાજોપચાર પૂજન કરાયુ હતું. કુલ 1,000 કિલો પુષ્પ પાંદડીઓ દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ તથા ધર્મ ભક્તિ વાસુદેવ સહિત આદિ દેવોના પુષ્પાભિષેક કરાયો હતો.

Grape Annakut Festival: વડતાલધામ ખાતે 4 હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ યોજાયો

author img

By

Published : Mar 14, 2022, 3:31 PM IST

ખેડા - શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં રવિવારના રોજ દેવોને 4,000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો તેમજ શાસ્ત્રોક્ત વિધીથી રાજોપચાર પૂજન કરાયુ હતું. વડતાલધામ સ્વામીનારાયણ મંદિરમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી મંદિરમાં બિરાજતા દેવોનું છારોડી ગુરુકુલના ભૂદેવો (Bhudevo of Chharodi Gurukul)દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી (Scriptural rites)રાજોપચાર પૂજન કરાયું હતું. જ્યારે 1000 કિલો પુષ્પ પાંદડીઓથી દેવોનો ભવ્યાતિભવ્ય પુષ્પાભિષેક કરાયો હતો. આ પ્રસંગે હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

દેવોનું 1,000 કિલો પુષ્પ પાંદડીઓ દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિત આદિ દેવોના પુષ્પાભિષેક કરાયો હતો.

વડતાલ ધામ હવે ઉત્સવ ધામ બની ગયું છેઃ ડો.સંત સ્વામી - મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે નાસિકના પુરાણી જ્ઞાનજીવન સ્વામીની સેવા અનોખી છે. વડતાલ ધામ હવે ઉત્સવ ધામ (Vadtaldham become a festival dham)બની ગયું છે. હરિભક્તો શ્રીજીના રાજીપા અર્થે અવનવા વાઘા તથા વિવિધ ફળોના અન્નકૂટ, વિવિધ ડ્રાયફ્રુટ અન્નકૂટ ભરી દેવોનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: નવસારીના સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ, અનેકવિધ વાનગીઓ ધરાઈ

વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનું ભૂદેવો દ્વારા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું - આજે રવિવારના રોજ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસીકવાળાની પ્રેરણાથી તેમના સેવક પૂ. માધવ સ્વામી તપોવન બ્રહ્મચર્યાશ્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિક (Shri Swaminarayan Temple Nashik)શિષ્ય તથા સેવક મંડળ દ્વારા વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનું છારોડી ગુરુકુલના પવિત્ર ભૂદેવો દ્વારા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. દેવોનું 1,000 કિલો પુષ્પ પાંદડીઓ દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિત આદિ દેવોના પુષ્પાભિષેક કરાયો હતો. રાજોપચાર પૂજન દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના જયધોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક તથા યજમાન પરિવાર ને પુષ્પમાળા પહેરાવીને પુષ્પ પાદડીઓથી અભિષેક (Abhishek honored with flower petals)કરી સન્માનિત કર્યા હતા.

આ પણ વાંચો: સુરતના વીરપુર મંદિરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે ધરાવાયો 56 ભોગ, વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

દ્રાક્ષના વાઘા 12 કલાકની જહેમતથી તૈયાર કરાયા - દેવોના દ્રાક્ષના વાઘા હાલોલ રાજી રહેજો ગ્રુપ તથા વડતાલની સાંખ્યયોગી બહેનો એ 12 કલાકની ભારે જહેમત બાદ તૈયાર કર્યા હતા. આ દ્રાક્ષ સંતોને પ્રસાદી આપીને વૃદ્ધાશ્રમમાં વહેંચવાનું આયોજન કરવામાં આવેલ છે. મંદિર મહોત્સવનો લાભ ગરીબ લોકોને પણ મળે, એવી વ્યવસ્થા વડતાલ સંસ્થા(Vadtal Sanstha)કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.