ETV Bharat / state

દાંડી યાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત - dandi yatra

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલી દાંડી યાત્રાએ શનિવારે સાંજે ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પિંગળજ ખાતે દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

દાંડીયાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત
દાંડીયાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત
author img

By

Published : Mar 14, 2021, 11:03 AM IST

  • દાંડી યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
  • દેશભક્તિનું વાતાવરણ સર્જાયું
  • પ્રાર્થના,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા
    દાંડીયાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત
    દાંડીયાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત

ખેડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલી દાંડી યાત્રાએ શનિવારે સાંજે ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પિંગળજ ખાતે દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દાંડી યાત્રા 2021માં આણંદ જિલ્લાના 5 સભ્યો જોડાયા

3 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન

કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલની આગેવાનીમાં દાંડી યાત્રાએ જિલ્લામાં પ્રવેશ કરતા સાંસદ સહિત સ્થાનિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રાના પ્રવેશ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. દાંડીયાત્રા ખેડા જિલ્લામાં નવાગામ, માતર તેમજ નડિયાદ ખાતે રાત્રી રોકાણ કરશે. જે 3 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વાગત, પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમ, સભા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દાંડીયાત્રાએ શનિવારે સાંજે ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો

આ પણ વાંચો: કોચરબ આશ્રમ ખાતે દાંડી યાત્રામાં જોડાયેલા પદયાત્રિકોનું કરાયું સ્વાગત

પ્રાર્થના અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અર્પણ કરી

દાંડી યાત્રાના પ્રવેશ સાથે નવાગામ ખાતે ગાંધીબાપુએ જ્યાં પ્રાર્થના કરી હતી તે સ્થળે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અર્પણ કરવામાં આવી હતી. જે બાદ સભા યોજવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન પર નાટક રજૂ કરવામાં આવ્યુ હતુ. સાંસ્કૃતિક કાર્યક્રમ પછી રાત્રિ રોકાણ માટે યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.