ETV Bharat / state

ડાકોર મંદિરને ભેટ સ્વરૂપે મળેલા સોનાનું ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ - Government Gold

ડાકોર મંદિરમાં વર્ષોથી ભેટ સ્વરૂપે આવેલા સોનાનું ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો ડાકોર મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું વાર્ષિક સવા બે ટકા વ્યાજ કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડ યોજનામાંથી મંદિરને વાર્ષિક ચૂકવવામાં આવશે.

Dakor news
Dakor news
author img

By

Published : Nov 30, 2020, 10:51 PM IST

  • ડાકોર મંદિરને ભેટમાં મળેલા સોનાનું ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ
  • ડાકોર મંદિર પ્રસાશન દ્વારા લેવાયો નિર્ણય
  • મંદિરને વાર્ષિક સવા બે ટકા વ્યાજ ચૂકવાશે

ખેડાઃ ડાકોર રણછોડરાય મંદિરમાં વૈષ્ણવ ભક્તો દ્વારા આપવામાં આવેલા 28.186 કિલો સોનું મંદિરના ટ્રસ્ટી મંડળ અને સેવક આગેવાનોની મંજૂરીથી કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે. ડાકોર મંદિરના ટ્રસ્ટી તથા સેવક આગેવાનોની હાજરીમાં આ ગોલ્ડનું વજન કરીને ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે. તેમ મંદિરના મેનેજર અરવિંદભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ડાકોર મંદિરને ભેટ સ્વરૂપે મળેલા સોનાનું ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ

28.186 કિલો સોનાનું કેન્દ્ર સરકારના ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરાયું

ભારત અને ચીનના યુધ્ધ સમયે ડાકોર મંદિર દ્વારા 27 કિલો સોનું સરકારને આપ્યું હતું. જેમાંથી 21 કિલો સોનું ડાકોર મંદિરમાં સરકાર દ્વારા પરત આપવામાં આવ્યું હતું. જેમાં ઉમેરો કરીને 28.186 કિલો સોનું કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.