- જર્મનીના એમ્બેસેડરે ઢુંડી ગામની સૌર ઉર્જા સહકારી મંડળીની મુલાકાત લીધી
- વિશ્વની પ્રથમ સૌર ઉર્જા સહકારી મંડળી
- જર્મન એમ્બેસેડરે સૌર ઉર્જા મંડળી અંગે માહિતી મેળવી
ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી (dhundi) ગામે વિશ્વની પ્રથમ સૌર ઉર્જા સિંચાઈ સહકારી મંડળી આવેલી છે. જ્યાં ખેડૂતો દ્વારા સહકારી ધોરણે સૌર ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે. ગામના ખેડૂતો સૂર્ય ઊર્જાની મદદથી ખેતી તેમજ ઘર વપરાશ માટે સરળતાથી વીજળીના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા મેળવવાની સાથે વધારાની વીજળીનું વેંચાણ કરી વધારાની આવક પણ રળે છે. સમગ્ર વિશ્વમાં સોલાર ઊર્જા ઉત્પન્ન કરતી ખેડૂત સહકારી મંડળી સ્થાપના કરવાની નવતર પહેલ 1500 ની વસ્તી ધરાવતા નાનકડા ઢૂંડી ગામે ફેબ્રુઆરી 2016 માં કરી છે.
આ પણ વાંચો: ડાકોરમાં વીમા પોલીસી પાકી હોવાનું જણાવીને નિવૃત્ત શિક્ષક સાથે રૂપિયા 32 લાખની છેતરપિંડી
જર્મન એમ્બેસેડરે સૌર ઉર્જા મંડળી અંગે માહિતી મેળવી
સમગ્ર વિશ્વમાં હાલ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવા માટે વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી છે. ભારત ખાતેના જર્મનીના એમ્બેસેડર (Ambassador of Germany) વોલ્ટર લિંડનેરે ઢુંડી (dhundi) ગામે સૌર ઉર્જા સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ સૌર મંડળીના હોદ્દેદારોને મળ્યા હતા અને મંડળી સંચાલન, મંડળીની કાર્યપ્રણાલી બાબતે ખેડૂતો અને સ્થાનિકો સાથે વાતચીત કરી વિગતવાર માહિતી મેળવી હતી.

આ પણ વાંચો: CYBER CRIME: અમદાવાદમાં ચાઇનીઝ એપ્લિકેશન થકી થતા 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ
ગામની મુલાકાત બાદ મુખ્યપ્રધાન સાથે બેઠક
ઢુંડી (dhundi) ગામની મુલાકાત બાદ જર્મન એમ્બેસેડર ગાંધીનગર ખાતે જવા નીકળી ગયા હતા. જ્યાં તેમની ગુજરાતના મુખ્યપ્રધાન (CM) ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે બેઠક યોજાઈ હતી.
