ETV Bharat / state

Kheda News: ખેડામાં ઘાતક હથિયારો સાથે ચાર ઈસમો ઝડપાયા - caught with deadly weapons in the village

સેવાલિયા પોલીસે મધ્યપ્રદેશના આ ઈસમો કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા છે. ઘાતક હથિયારો સાથે આ ઈસમો ક્યાં જતા હતા અને તેમનો ઈરાદો શુ હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. મળતી માહિતી મુજબ ઘાતક હથિયારો સાથે આ ઈસમો અમદાવાદ જતા હતા અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. હાલ વધુ પૂછપરછ માટે તમામ આરોપીઓની ખેડા એસ.ઓ.જી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

four-persons-were-caught-with-deadly-weapons-in-the-village

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 6:43 AM IST

ઘાતક હથિયારો સાથે ચાર ઈસમો ઝડપાયા

ખેડા: જીલ્લાની સેવાલિયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ચાર ઈસમોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. ગોધરાથી ટેક્સી કારમાં અમદાવાદ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન પોલીસે છરા, તમંચા અને કારતૂસ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે ઈસમો ભાગી છુટ્યા હતા. મધ્યપ્રદેશના ઈસમો કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ ખેડા એસઓજી દ્વારા સઘન પૂછપરછ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા

વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા: સેવાલિયા પોલીસ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. જે દરમિયાન ગોધરા તરફથી આવી રહેલી ટેક્સી કારને રોકી પૂછપરછ કરતા અંદર બેઠેલા ઈસમો ગભરાઈ ગયા હતા. ટેક્સી ચેક કરવાનું કહેતા ઈસમો ભાગવા લાગતા પોલીસ દ્વારા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બે ઇસમો ભાગી છુટ્યા હતા.

'વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન આ ઈસમોને હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બે ઈસમો ફરાર થઈ ગયા છે. તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' -મુકેશભાઈ રાવલ, પીએસઆઈ, સેવાલિયા પોલીસ સ્ટેશન

ઘાતક હથિયારો: પોલીસે ઝડપી પાડેલા ઇસમોની તેમજ કારમાં તપાસ કરતા કાળા કલરના કવરમાં બે છરા મળી આવ્યા હતા. તેમજ દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કાર, હથિયારો, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  1. Bhavnagar News: ભાવનગરમાં ત્રણ દિવસથી ગાયબ કારચાલકનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો
  2. Surat Crime: કામરેજમાં વેપારીને આંતરીને ત્રણ બાઇક પર આવેલા ચાર લુંટારૂઓએ લૂંટ કરી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.