- ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો
- કપડવંજમાં બજારો સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
- કોરોના સંક્રમણ અંગે જનજાગૃતિ માટે ફૂટ પેટ્રોલિંગ યોજાયું
ખેડા : જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે કોરોના સંક્રમણ અટકાયતના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર કપડવંજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં કોવિડ 19ના નિયમોનું પાલન થાય તેમજ લોકોમાં જાગૃતિ વધે તે માટે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા સૂચના
શહેરના ગાંધી બાવલાથી કુંડવાવ બજાર, મહંમ્મદ અલી ચોક, મીના બજાર, કુબેરજી મહાદેવ ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર, એપીએમસી માર્કેટ સહિતના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કપડવંજ પ્રાંત અધિકારી મિરાંત પરીખ, કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર બી. એન. મોડ, કપડવંજ નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ પટેલ, કપડવંજ ટાઉન PI એચ. સી. ઝાલા, કપડવંજ ટાઉન PSI એચ. જે. રાઠોડ, જી. કે. ભરવાડ તેમજ કપડવંજ નગરપાલિકાના સદસ્ય, કપડવંજના મામલતદાર, ફાયર બ્રિગેડના જવાનો તેમજ પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેંરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો
મહત્વનું છે કે, શહેર સહિત જિલ્લામાં હાલ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી બન્યું છે.