- નાયડુ ગેંગના પાંચ ઇસમોને નડીયાદ ટાઉન પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા
- ગેંગને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા
- વધુ તપાસ હાથ ધરતા અન્ય 12 ગુનાના ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવી
- પોલિસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ખેડા : ખેડા જીલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગાડીઓના કાચ તોડી ચોરી કરનાર નાયડુ ગેંગે તરખાટ મચાવ્યો હતો. આ ગેંગને પકડવા માટે પોલીસે તેના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગેંગને નડીયાદ ટાઉન પોલિસે ઝડપી પાડી હતી તેમજ વધુ તપાસ હાથ ધરતા અન્ય 12 ગુનાના ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવી છે.
આ પણ વાંચો : દહેગામમાં પિતા-પુત્રએ કેનાલમાં મોતની છંલાગ લગાવી
વિવિધ શહેરોમાં ચોરી કરી તરખાટ મચાવનાર ગેંગ ઝડપાઈ
નડીયાદ શહેરમાં થોડા દિવસ અગાઉ થયેલ લેપટોપ ચોરીના મામલાની તપાસ દરમ્યાન પોલિસને મળી આવેલ CCTV ફુટેજ આધારે ફૂટેજમાં દેખાતાં ઇસમોની તપાસમાં, પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન લેપટોપ ચોરીના CCTV ફુટેજમાં જણાંતા ઈસમો જેવા માણસો રિલાયન્સ માર્ટથી કિડની સર્કલ તરફ જઇ રહેલ હોવાની બાતમી મળી હતી. જેને આધારે 1)સુબ્રમણી સુંગૈયા નાયડુ ઉ.વ.55 રહે, 23/59 એમ.એસ.નગર સેકન્ડ સ્ટ્રીટ તીરૂપુર તમીલનાડુ, 2)રમેશ મણી નાયડુ ઉ.વ.22 રહે,નવાપુર નંદુરબાર પોસ્ટ વાકીપાડા મહારાષ્ટ્ર, 3)સેગર પલ્લીસ્વામી નાયડુ ઉ.વ.35 રહે.વાકીપાડા પોસ્ટ કરજી ખુર્દ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર, 4)શિવા વેંકટસ્વામી નાયડુ ઉ.વ.૩૪ રહે.વાકીપાડા પોસ્ટ કરજી ખુર્દ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર, 5)કિશોર સમીર ઉર્ફે શીવા સંજય બનસોડે ઉ.વ.14 રહે.વાકીપાડા પોસ્ટ કરજીખુર્દ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર વાળાઓ રિક્ષામાં બેસવા જતાં પોલીસે તેમને પકડી પાડ્યા હતા.
ગેંગ લીડર પરપ્રાંતિય નાયડુના નામે કુખ્યાત ગેંગ
કારના કાચ તોડી ચોરી કરતી નાયડુ ગેંગનો લીડર તીરૂપુર, તમિલનાડુનો 55 વર્ષિય સુબ્રમણી સુંગૈયા નાયડુ છે. જે સાગરિતો સાથે મળી વિવિધ સ્થળોએ ચોરીઓ કરતો હતો. તેના નામ પરથી આ ગેંગ નાયડુ ગેંગ તરીકે કુખ્યાત બની છે. ચોરી કરવા માટે આ ગેંગ ગિલોલથી ગાડીઓના કાચ તોડવા,ગાડીના બોનેટ ઉપર ઓઇલ ફેંકવું, રસ્તા ઉપર પૈસા ફેંકી માણસોનું ધ્યાન દોરવું, ભોગ બનનારનું ધ્યાન બીજી તરફ દોરવું, ગાડીનો દરવાજો લોક કરતાં પહેલાં દરવાજો થોડો ખોલી નાખવો જેવી અલગ અલગ ટ્રીક અપનાવતા હતા.
આ પણ વાંચો : વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ: 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ
12 જેટલા ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા
નાયડુ ગેંગે વિવિધ શહેરોમાં ચોરીઓ કરી તરખાટ મચાવ્યો હતો. પોલિસે ચોરીના લેપટોપ તેમજ રોકડ મળી રૂપિયા 94,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલિસ તપાસ દરમ્યાન નડીયાદ, ડાકોર, કપડવંજ, દહેગામ, દાહોદ, લુણાવાડા, બાલાસિનોર, બાયડ તેમજ હાલોલ સહિતના વિવિધ શહેરોમાં કરેલા 12 જેટલા ચોરીના ગુનાની કબૂલાત કરતા તેનો ભેદ ઉકેલાયો છે. પોલિસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.