ETV Bharat / state

ખેતરમાંથી અનાજની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા અહીંના ખેડૂતો - soalr power project in dhundhi village

ખેડાઃ ગુજરાતમાં દુધ, ખેતી, વન પેદાશ, હાઊસીંગ ધિરાણ તેમજ બહુક્ષેત્રમાં અનેક સહકારી મંડળીઓ કાર્યરત છે, પરંતુ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામના ખેડૂતોએ ખેતરમાંથી અનાજની સાથે વીજળી પણ ઉત્પન્ન કરતી વિશ્વની પ્રથમ સોલાર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી છે. જેથી આ ગામને વિશ્વમાં 'પ્રથમ મોડેલ સોલાર વિલેજ' તરીકે ઓળખવામાં આવે છે.

ખેતરમાંથી અનાજની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા અહીંના ખેડૂતો
author img

By

Published : Sep 21, 2019, 7:51 PM IST

Updated : Sep 21, 2019, 11:46 PM IST

સમગ્ર વિશ્વમાં સોલાર ઊર્જા ઉત્પન્ન કરતી ખેડૂત સહકારી મંડળી સ્થાપના કરવાની નવતર પહેલ 1500ની વસ્તી ધરાવતા નાનકડા ઢૂંડી ગામે ફેબ્રુઆરી 2016માં કરી છે. આ સોલાર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં 16 ખેડૂત સભાસદ છે. જે પૈકી 9 ખેડૂતોને કોલંબો બેઝ ઈન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ- ટાટા વોટર પોલિસી પ્રોગ્રામ આણંદ દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ 95% સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે. આ મંડળીમાં 3 ખેડૂતો એક વર્ષ બાદ જોડાયા છે. આ સોલાર ઊર્જા મંડળીમાં 71.4 કિલો વોટના 9 સૌર ઊર્જા પ્લાન્ટમાં આવેલા છે. જેમાં રોજનું 350 યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મંડળીના સભાસદ ખેડૂતોએ અત્યાર સુધીમાં 2.9 લાખ યુનિટ સૌર ઊર્જાનું MGVCLને વેંચાણ કર્યું છે. જેમાંથી મંડળીને છેલ્લા ત્રણ વર્ષમાં 12 લાખની આવક થઈ છે.

ખેતરમાંથી અનાજની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા અહીંના ખેડૂતો

આ ગામના ખેડૂતો સૂર્ય ઊર્જાની મદદથી ખેતી તેમજ ઘર વપરાશ માટે સરળતાથી વીજળીના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા મેળવવાની સાથે વધારાની વીજળીનું વેંચાણ કરી વધારાની આવક પણ રળે છે. ખેડૂતો આ સૌર ઉર્જાનો સિંચાઈ માટે જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. ત્યાર બાદ જે વીજળી સરપ્લસ રહે તેને ગ્રીડ મારફત MGVCLને 4.63 રુપીયાના દરે વેંચાણ કરે છે.

ઢુંડી ગામના ખેડૂતો પહેલા સિંચાઈ માટે ડીઝલ પંપનો ઉપયોગ કરતા હતાં. જેમાં તેમને દરરોજ 500થી 700 રુપીયાનો ખર્ચ થતો હતો, પરંતુ સૌર ઊર્જાથી ખેડૂતોને સમય અને નાણાંનો જે વ્યય થતો હતો તેની બચત થઈ છે. સૂર્ય ઉર્જાથી અડધા ખર્ચમાં સિંચાઈ થઈ જાય છે તેમજ પર્યાવરણને પણ નુકસાન થતું નથી. ગ્રીન અને ક્લીન એનર્જી મળવાની સાથે પ્રદૂષણ થતું અટક્યું છે અને ખેતરમાં પાણી વાળવા માટે રાત્રે ઉજાગરા પણ કરવા પડતા નથી. સૌર ઊર્જાના ઢુંડીના અનુકરણીય મોડલ બાદ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કુસુમ અને રાજ્ય સરકારે પર્યાવરણને અનુરૂપ ખેડૂતલક્ષી એવી સ્કાય યોજના પણ અમલમાં મૂકી છે.

Intro: Aprvd by Desk
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામમાં ખેડૂતો ખેતરમાંથી અનાજની સાથે વીજળી પણ પેદા કરે છે.ઢુંડી ગામમાં વિશ્વની પ્રથમ સૂર્ય ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે.જેણે ગામને વિશ્વનું પ્રથમ મોડેલ સોલાર વિલેજ બનાવ્યું છે.જેનાથી પ્રેરણા લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારે સૌર ઊર્જા ક્ષેત્રે યોજનાઓ અમલમાં મુકવા સાથે વિશ્વમાં પણ યોજનાઓ અમલમાં મુકાઈ છે.

Body:ઠાસરા તાલુકાના ઢુંડી ગામમાં વિશ્વની પ્રથમ સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે.જ્યાં 71.4 કિલો વોટના 9 સૌર ઊર્જા પ્લાન્ટમાં રોજનું 350 યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવે છે.મંડળીના સભાસદ ખેડૂતોએ અત્યાર સુધીમાં 2.9 લાખ યુનિટ સૌર ઊર્જાનું એમજીવીસીએલને વેચાણ કર્યું છે. જેમાંથી મંડળીને છેલ્લા ત્રણ વર્ષમાં 12 લાખની આવક થવા પામી છે.જેને લઈ સમગ્ર દેશમાં સૌર ઊર્જા ક્ષેત્રે ઢુંડી મોડલ પ્રસ્થાપિત થયું છે.
અહી ખેડૂતો સૂર્ય ઊર્જાની મદદથી ખેતી તેમજ ઘર વપરાશ માટે સરળતાથી વીજળીનો ઉપયોગ કરવાની સ્વનિર્ભરતા મેળવવા સાથે વધારાની વીજળી વેચાણ કરી વધારાની આવક પણ પ્રાપ્ત કરી રહ્યા છે.
સૌર ઊર્જા પેદા કરતી ખેડૂતોની સહકારી મંડળી સ્થાપવાની નવતર પહેલ ઢુંડી ગામે ફેબ્રુઆરી 2016 માં કરી હતી .સૌર ઉર્જા સહકારી મંડળીમાં 16 ખેડૂતો સભાસદ છે.જેમાંથી 3 ખેડૂતો એક વર્ષ બાદ જોડાયા હતા.કોલંબો બેઝ ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ- તાતા વોટર પોલિસી પ્રોગ્રામ આણંદ દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ 95% સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે. ખેડૂતો આ સૌર ઉર્જાનો સિંચાઈ માટે જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે ત્યારબાદ જે વીજળી સરપ્લસ રહે તેને ગ્રીડ મારફત એમજીવીસીએલને રૂ.4.63ના દરે વેચાણ કરવામાં આવે છે.
અગાઉ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ પંપ નો ઉપયોગ કરતા હતા એમાં રોજના રૂપિયા ૫૦૦ થી ૭૦૦ લેખે ખેડૂતને ખર્ચ થતો હતો. એમાં જે સમય અને નાણાંનો વ્યય થતો હતો તેની બચત થઇ છે. સૂર્ય ઉર્જા થી અડધા ખર્ચમાં સિંચાઈ થઈ જાય છે.તેમજ પર્યાવરણને નુકસાન પણ થતું નથી. ગ્રીન અને ક્લીન એનર્જી મળવાની સાથે પ્રદૂષણ થતું અટક્યું છે.ખેતરમાં પાણી આપવા રાત્રે ઉજાગરા પણ કરવા પડતા નથી.ઉપરાંત વીજળીના વેચાણથી ખેડૂતો દર માસે પાંચ હજાર સુધીની પૂરક આવક પણ મેળવતા થયા છે.
ઢુંડી સહકારી મંડળી ની દેશ-વિદેશના પ્રતિનિધિમંડળો સહિત રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ તેમજ કેન્દ્રીય ઉર્જા સચિવે પણ મુલાકાત લીધી છે. સૌર ઊર્જાના ઢુંડીના અનુકરણીય મોડલ બાદ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કુસુમ અને રાજ્ય સરકારે પર્યાવરણને અનુરૂપ ખેડૂતલક્ષી એવી સ્કાય યોજના અમલી બનાવી છે.
ચરોતરમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ અમુલ મોડલ બાદ સોલાર એનર્જી ઉત્પાદનમાં માત્ર 1500 ની વસ્તી ધરાવતા નાનકડા ઢુંડી ગામે સમગ્ર રાષ્ટ્રને નવી દિશા ચીંધી છે.
બાઈટ-1 પ્રવિણભાઇ પરમાર, મંત્રી, સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી
બાઈટ-2 હઠીભાઈ ચાવડા, ખેડૂત, ઢુંડી
બાઈટ-3 ફુદાભાઈ, ખેડૂત,ઢુંડી

Conclusion:
Last Updated : Sep 21, 2019, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.