ETV Bharat / state

યાત્રાધામ ડાકોર અને વડતાલમાં એકાદશી નિમિત્તે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું - વડતાલ

ખેડા: જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલમાં એકાદશીની નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ દિવસે ડાકોરમાં જગતના નાથને સુંદર વાઘાથી સજાવવામાં આવ્યાં હતા. તેમજ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લ્હાવો લેવા માટે માનવમહેરામણ ઉમટ્યું હતું.

યાત્રાધામ ડાકોર અને વડતાલમાં એકાદશી નિમિત્તે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું
author img

By

Published : Aug 12, 2019, 5:48 AM IST

યાત્રાધામ ડાકોર અને વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં એકાદશીનું અનેરુ મહત્વ જોવા મળે છે. આ દિવસે ડાકોરમાં શ્રી નાથજીને સુંદર આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવે છે. તેમજ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડપૂર ઉમટ્યું હતું. સ્વામિનારાણ સંપ્રદાયમાં પણ એકાદશીનું વિશેષ મહત્વ હોવાથી વડતાલ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ જોવા મળ્યાં હતાં.

Intro:પવિત્રા એકાદશીએ યાત્રાધામ ડાકોર તેમજ વડતાલમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.ઠાકોરજીને આકર્ષક રંગબેરંગી પવિત્રાના શણગારમાં નિહાળી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા. Body:આજે પવિત્રા એકાદશીએ ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને વડતાલ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.વડતાલમાં આજે દેવોને પવિત્રાથી વિભૂષિત કરવામાં આવ્યા હતા અર્થાત્
પવિત્રા ધરાવવામાં આવ્યા હતા.ડાકોરમાં પણ ઠાકોરજીને રંગબેરંગી પવિત્રાનો શણગાર કરવામાં આવ્યો હતો.સુંદર પવિત્રાના શણગારમાં ઠાકોરજીના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.
મહત્વનું છે કે શ્રાવણ સુદ અગિયારસને પવિત્રા એકાદશી તથા પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણ માસનો આ પણ એક મહત્ત્વનો તહેવાર છે.વૈષ્ણવ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પવિત્ર એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે.ઠાકોરજીને વિવિધ પ્રકારના નયનરમ્ય અને આકર્ષક રંગબેરંગી પવિત્રા ધરાવવામાં આવે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.