ETV Bharat / state

સ્મશાનમાં અધિકારીઓએ કોરોના દર્દીનો મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં છોડ્યો, તંત્ર સામે ઉઠ્યા સવાલ - ગુજરાત આરોગ્ય વિભાગ

નડિયાદ સ્મશાનમાં કોરોના દર્દીનો અર્ધબળેલો મૃતદેહ છોડી તેમજ પીપીઈ કીટ ફેંકી જનારા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.

corona Patient
corona Patient
author img

By

Published : Jul 4, 2020, 3:28 PM IST

ખેડાઃ જિલ્લાના નડિયાદમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્મશાનમાં અર્ધ બાળેલી હાલતમાં કોરોના પોઝિટિવ મૃતકનો મૃતદેહ અધિકારીઓ છોડી ગયા હતા. બાદમાં પરિવારજનો દ્વારા અર્ધ બળેલો મૃતદેહની અંતિમવિધિ કરાઈ હતી.

સ્મશાનમાં અધિકારીઓએ કોરોના દર્દીનો મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં છોડ્યો

નડિયાદ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી

  • કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં છોડ્યો
  • અધિકારીઓએ પીપીઇ કીટ પણ સ્મશાનમાં જ ફેંકી
  • અર્ધ બળેલા મૃતદેહની અંતિમવિધિ પરિજનોએ કરી
  • લોકોમાં તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલ

કોરોના કાળમાં નડિયાદનાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં નડિયાદ ખાતે સ્મશાનમાં કોરોના દર્દીનો અર્ધ બળેલો મૃતદેહ છોડી અધિકારીઓ જતા રહ્યા હતા. આ સિવાય અધિકારીઓ પીપીઈ કીટ પણ સ્મશાનમાં ફેંકી દીધી હતી. સ્મશાનમાં અર્ધ બળેલો મૃતદેહ જોવા મળતાં તંત્રની બેદરકારીને લઈને લોકો એકત્ર થયા હતા અને પરિવારજનો દ્વારા અર્ધ સળગેલા મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી.

કોરોના સામે અગ્રિમ મોરચે લડતની જેની જવાબદારી છે તે તંત્રની જ આવી ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લામાં કોરોના સામે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈ પ્રશ્નાર્થ સર્જાયો છે. તંત્રની આ કામગીરીને કારણે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

આ ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતા તેમણે કમિટી બનાવવામાં આવી હોવાનું જણાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.