ETV Bharat / state

નડીયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીએ ઉજવાતો દિપમાળા ઉત્સવ મોકૂફ રખાયો

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે યોજવામાં આવતો દિપમાલા ઉત્સવ સંપૂર્ણ મોકુફ રાખવામાં આવ્યો છે. વધતા કોરોના સંક્રમણને પગલે મંદિરના મહંત રામદાસજી મહારાજ દ્વારા ભાવુકોના હિતમાં નિર્ણય લેવાયો છે. જોકે ભાવિકો રાબેતા મુજબ કાર્તિકી પૂનમના દિવસે દર્શન કરી શકશે.

નડીયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીએ ઉજવાતો દિપમાળા ઉત્સવ મોકૂફ રખાયો
નડીયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીએ ઉજવાતો દિપમાળા ઉત્સવ મોકૂફ રખાયો
author img

By

Published : Nov 27, 2020, 2:10 PM IST

  • સંતરામ મંદિરમાં દિપમાળા ઉત્સવ રખાયો મોકૂફ
  • કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
  • દિપમાળા ઉત્સવમાં મંદિરમાં ભાવિકોનો થાય છે મેળાવડો

ખેડાઃ જિલ્લાના નડીયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રતિવર્ષ દેવ દિવાળીના પર્વે પર સંતરામ મંદિરમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં દિપમાળા ઉત્સવ ઉજવાય છે. આ દિપમાળા ઉત્સવ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખી સંપૂર્ણ મોકૂફ રાખવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

સંતરામ મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તોનો મેળાવડો ન થાય અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય માટે મંદિરના ગાદી મહંત રામદાસજી મહારાજ દ્વારા ભક્તોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

દિપમાળા ઉત્સવ સંતરામ મંદિરની 100 વર્ષ જુની પરંપરા

દિપમાળા ઉત્સવ સંતરામ મંદિરની સો વર્ષ ઉપરાંતની પરંપરા છે. આ સો વર્ષથી પણ વધુ વર્ષોથી સંતરામ મંદિર પરિસરમાં દિપમાળા ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળીએ સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા સવા લાખ દિપમાળાની રોશનીથી દત્તાત્રેય સ્વરૂપ રમતાયોગી યોગીરાજ મહારાજની આરાધના કરવામાં આવે છે.

ભક્તો કરી શકશે દર્શન

આ વર્ષે દેવદિવાળીએ યોજાનારો આ ઉત્સવ સંપૂર્ણ પણે મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ ભક્તો કોરોના માર્ગદર્શિકા મુજબ પૂનમના દિવસે દત્તાત્રેય સ્વરુપ રમતાયોગી યોગીરીજ મહારાજના દર્શન કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.