- ડાકોર ખાતે મુલાકાત લઈ દર્શન કર્યા
- રાજાધિરાજને ધજા ચડાવી રાજ્ય સહિત વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી
- રથયાત્રા યોજવા અંગે સરકાર દ્વારા આગામી સમયમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય કરાશે : નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ
- કોરોના સંક્રમણ હળવું થતા સરકાર દ્વારા દર્શન સહિતની છૂટછાટો આપવામાં આવી છે
ખેડા : યાત્રાધામ ડાકોર ખાતે ગુરુવારના રોજ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે સાંજના સમયે પહોંચ્યા હતા. તેમણે રણછોડરાયજી મંદિરે પરિવાર સાથે ધજા ચડાવી રાજ્ય સહિત સમગ્ર વિશ્વની સુખાકારી માટે તેમ જ કોરોના મહામારી દૂર કરવા રાજાધિરાજને પ્રાર્થના કરી હતી.
સંક્રમણ હળવું થતા દર્શન માટે આવ્યો : નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ
ડાકોરની મુલાકાત અંગે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ કોરોના સંક્રમણ હળવું થતાં યાત્રાધામો સહિતના મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. તેમજ અન્ય છૂટછાટો પણ આપવામાં આવી છે. જેને લઇ હું પણ રાજાધિરાજના દર્શન કરવા ગુરુવારના રોજ યાત્રાધામ ખાતે પહોંચ્યો છું.

રથયાત્રા યોજવા અંગે સરકાર દ્વારા આગામી સમયમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય કરાશે : નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ
ડાકોર ખાતે પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંગે તેમને પૂછતા નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ મુજબ આગામી સમયમાં રથયાત્રા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે નિર્ણય લેવાશે. જે તમામ મંદિરો માટે સમાન હશે.
ડાકોર ખાતે 70 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે
આ ઉપરાંત ડાકોર ખાતે નવા બનનારા ફ્લાય ઓવર અંગે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જણાવ્યું હતું કે, યાત્રાધામ ખાતે સરકાર દ્વારા 70 કરોડના ખર્ચે ફલાય ઓવરની સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. જે યાત્રીઓ સહિત નગરજનો માટે સુવિધા ઉપલબ્ધ બનશે. તેમજ યાત્રાધામમાં ટ્રાફિકની કાયમી સમસ્યાનો નિકાલ આવશે.

આ પણ વાંચો -