ETV Bharat / state

મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ - Kite industry

નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. ગુજરાતભરમાં નડિયાદમાં બનાવેલા પતંગો ઉડાવાય છે. જે પંતગો સમગ્ર રાજ્યમાં મોકલવામાં આવે છે પરંતુ કોરોનાને કારણે બજારોમાં હાલ મંદીનો માહોલ છવાતાં આ પતંગ ઉદ્યોગની હાલત કફોડી બની છે. જાણે કે, ઉત્તરાયણ પહેલા જ મંદીએ નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ કાપી નાખ્યો છે.

મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ
મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ
author img

By

Published : Jan 13, 2021, 8:58 PM IST

Updated : Jan 14, 2021, 3:05 PM IST

  • નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ
  • પતંગ ઉદ્યોગ અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ
  • નડિયાદની પતંગો રાજ્યભરમાં મોકલાય છે
  • પતંગ ઉદ્યોગમાં પણ વર્તાઈ રહી છે મંદીની અસર
  • મંદીનો માહોલ છવાતા હાલત કફોડી

ખેડાઃ નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. ગુજરાતભરમાં નડિયાદમાં બનાવેલા પતંગો ઉડાવાય છે. શહેરમાં 70 થી 80 જેટલા કારખાનાઓમાં 500 જેટલા પતંગોના કારીગરો દ્વારા વિવિધ પ્રકારની પતંગ બનાવવામાં આવે છે. જે સમગ્ર રાજ્યમાં મોકલવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે બજારોમાં હાલ મંદીનો માહોલ છવાતાં આ પતંગ ઉદ્યોગની હાલત કફોડી બની છે. જાણે કે, ઉત્તરાયણ પહેલા જ મંદીએ નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ કાપી નાખ્યો છે.

મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ
મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ

નડિયાદમાં પતંગનું મહત્વ

ઉતરાયણ પર પતંગનું મહત્વ એક-બે દિવસ કે, અઠવાડિયા પૂરતું હોય છે પરંતુ નડિયાદમાં પતંગનું મહત્વ આખા વર્ષ માટે રહેલું છે. પતંગ નડિયાદના અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ છે. આખા વર્ષ દરમિયાન અહીં પતંગ બનાવવાની કામગીરી ચાલતી રહે છે. શહેરના ગાજીપુરા વિસ્તારમાં 70 થી 80 જેટલા પતંગના કારખાના આવેલા છે. જેમાં 500 જેટલા કારીગરો કામ કરે છે. જે નાની-મોટી રંગબેરંગી એક રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની તમામ પ્રકારની પતંગ બનાવવામાં આવે છે. આ કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે કારીગરો મિનિટમાં 7 જેટલા પતંગ બનાવે છે.

મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચમંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ
મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ

નડિયાદની પતંગો રાજ્યભરમાં મોકલાય છે

આ કારખાનાઓમાં રોજની હજારો પતંગો બનાવવામાં આવે છે. જે રાજ્યભરમાં મોકલવામાં આવે છે. નડિયાદમાં બનાવવામાં આવેલી આ પતંગોની રાજ્યમાં વિવિધ શહેરોમાં ભારે માગ રહે છે.

મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ

મંદીનો માહોલ છવાતા

આ વર્ષે મહામારી કોરોનાને લઇ બજારોમાં મંદીનો માહોલ છવાયો છે. લોકડાઉનને કારણે કાગળ, વાંસ જેવા કાચા માલની કિંમતમાં 30 ટકા જેટલો વધારો થયો છે. જેને લીધે મોંઘા ભાવે કાચો માલ લઇ પતંગો બનાવાઇ છે પરંતુ મંદીનો માહોલ છવાતા હાલત કફોડી બની છે પહેલેથી જ બજારમાં માગ ઓછી હોવાથી પતંગ બનાવનારા કારીગરોને ગતવર્ષ જેટલું કામ મળ્યું નથી. જેને લઈ તેમની રોજગારીમાં પણ ફરક પડ્યો છે.

ઘરાકીમાં જોવા મળી રહ્યો છે ઘટાડો

પતંગનો વેપાર કરતા વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહેલા નજરે પડી રહ્યા છે. પતંગ બનાવવાના કાચા માલના ભાવમાં વધારો થતાં પતંગની કિંમતમાં પણ વધારો થયો છે. તેમજ મહામારીનો માહોલ ચાલી રહ્યો હોઇ ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં સર્વત્ર વ્યાપેલી મંદીની અસર પતંગ ઉદ્યોગમાં પણ જણાઈ રહી છે. જેને લઈ આ વર્ષે પતંગ ઉદ્યોગનું ટર્નઓવર ઓછું રહેવાનો અંદાજ છે, ત્યારે પહેલેથી જ મંદીએ નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ કાપી નાખ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Last Updated : Jan 14, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.