સંતરામ દેરી ખાતે પરંપરા મુજબ દેવ દિવાળી પછીના પ્રથમ ગુરૂવારે દીપોત્સવી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિભાવપૂર્ણ માહોલમાં આજે દિપોત્સવીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરને ૨૫ હજાર દીવડાઓની રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.
મંદિરના ખૂણે-ખૂણે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.રાત્રે સમગ્ર મંદિર હજારો દીવડાંઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. આ સાથે જ મંદિરના સેવકો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. દર્શન કરવા તેમજ દીવડાની રોશનીથી સુશોભિત મંદિરને નિહાળવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતાં. મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.