ખેડા: મોતને હવે આવવા માટે કોઈ કારણની જરૂર નથી એવું જોવા મળી રહ્યું છે. ખેડાનો આ કિસ્સો સાંભળીને તમને ચોક્કસ આ વાત પર વિશ્વાસ આવી જશે. કપડવંજ શહેરના સોનીપુરા પાસે આવેલ આસ્થા પેટ્રોલ પંપ પર આજે બપોરે આ શટલ રિક્ષા ડીઝલ પુરાવવા આવી હતી. જે દરમિયાન રીક્ષામાંથી બહાર નીકળી ઉભો રહેલો યુવાન અચાનક રીક્ષા પાસે ઉભા ઉભા ઢળી પડ્યો હતો. પડી જતા નીચે માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજ્યું હતું.
"કપડવંજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ મોત થનાર યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રીપોર્ટમાં ડોક્ટરે આ યુવાનને એકાએક હૃદય રોગનો હુમલો થયો હોવાનું જણાવ્યું છે. વધુમાં બહેનને સાપ કરડ્યો હોવાથી તેણીની ખબર કાઢવા કપડવંજ મુકામે આ હસમુખ પ્રભાતસિંહ ઝાલા આવ્યા હતા. ખબર કાઢી શટલમાં બેસી પરત જતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું."-- બેચરભાઈ (તપાસ કરતાં બીટ જમાદાર)
સૂત્રોથી મળેલી વિગતો: પોલીસ સુત્રોથી મળેલી વિગતો મુજબ મૃતક યુવાનનું નામ હસમુખ પ્રભાતસિંહ ઝાલા (ઉ.વ. 35, રહે. વાટડા, કાવઠ, તા.બાયડ અરવલ્લી) હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થતાં તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. તપાસ કરતા પોલીસ કર્મીએ જણાવ્યું છે કે, તે ખાનગી શટલમાં બેસી પોતાના ઘરે જતો હતો. આ દરમિયાન 11:45 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે.
વિદ્યાર્થીનું અકાળે કરૂણ અવસાન: એમ.એસ. યુનિવર્સિટીના ઝૂઓલોજી ડીપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે કરૂણ અવસાન થયું છે. દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી ગઈકાલે રાત્રે મિત્રો સાથે હસતા હસતા વાત કરી રહ્યો હતો. અચાનક તે ઢળી પડ્યો હતો. આશંકા છે કે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોય. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી અને મૃતકના પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. 18 વર્ષીય દીપ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી હતો.
- Kheda Crime : ખેડામાં ફાયરિંગ કરી ઢેલની હત્યા, પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ફરાર
- Kheda Rain : ખેડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પાણીમાં ફસાયેલી કાર માંડ માંડ બહાર નીકળી
- Kheda News: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાઓ પર 324 સીસીટીવી સેટ, સર્વત્ર રહેશે બાજ નજર
- Kheda Crime News : નેશ ગામથી બોગસ માર્કશીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, ખેડા પોલીસે છટકું ગોઠવ્યું