ખેડા: મગરની હત્યાની આશંકા વસઈ ગામના ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરવા માટે જઈ રહ્યા હતા.ત્યારે કાંસના પાળા પર અસહ્ય દુર્ગંધ ફેલાતા ખેડૂતો દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સિંચાઈ વિભાગના કાંસના પાળા પર મૃત હાલતમાં મગર જોવા મળ્યો હતો.અંદાજીત પાંચ થી સાત ફુટ જેટલા મગરનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર ફેલાઇ હતી.મગરના મૃતદેહ પર લોખંડનો તાર વિંટળાયેલો હતો.જેને લઈ કોઈ વ્યક્તિ દ્વારા મગરને મારી નાંખવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.*હત્યાની આશંકાને લઈ જીવદયાપ્રેમીઓમાં રોષ.
મોતનું કારણ જાણવા મળશે: વન વિભાગ આ બાબતે માતર વન વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ," વન વિભાગે ઘટના સ્થળે પહોંચી વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આકસ્મિક મોત છે કે હત્યા કરવામાં આવી છે તે જાણી શકાશે".
વન વિભાગની ટીમ: આ સમગ્ર ઘટનાની જાણ થતા મગરની હત્યાની આશંકાને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.રોષ વ્યક્ત કરતાં જણાવાયુ હતું કે આવુ કૃત્ય કરનાર અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ઘટનાની જાણ થતા માતર વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગે સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.મગરના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતુ. મગરના મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.
સોનાની મગર: સુરતમાં હવે હિરાની નહી પરંતુ તેની સાથે સોનાની ડિઝાઇનની ખાણ જોવા મળી રહી છે. કેમકે સુરતના સોનીઓ અવનવી ડિઝાઇન દ્રારા લોકોની સાથે બોલીવુડની હિરોઇનને આકર્ષણ. સુરત જ્વેલરી કંપનીએ ક્રોકોડાઇલ નેકલેસ બનાવ્યો છે. જેને બોલીવુડમાંથી પણ ઇન્કવાયરી આવી રહી છે.