ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વસંત પંચમીની (Dakor Vasant Panchami celebration) ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમી નિમિત્તે રાજાધિરાજ ચાંદીની પિચકારીથી કેસુડા તેમજ કેસરથી વસંતના ફાગ ખેલ્યા હતાં. ડાકોરમાં રણછોડજી મંદિરમાં (Dakor Ranchhodrayji Temple ) ચાંદીની પિચકારીથી કેસૂડાના રંગથી કાળીયા ઠાકોરને વસંતના (Vasant Panchmi 2022 ) ફાગ ખેલવામાં આવ્યાં હતાં.
રણછોડરાયજીનો હોળી ખેલ શરુ
આજે વસંત પંચમી ઉત્સવ હોઇ Dakor Ranchhodrayji Temple શ્રીજીને મંગળા સફેદ સોનેરી કિનારીવાળા સાજ વસ્ત્રો, શ્રી મસ્તક પર કુલેહ જોડ ચંદ્રિકા તેમજ આયુધો સહિત શૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગારમાં પ્રભુ સન્મુખ વસંતના કળશનું અધિવાસન અને ચાંદલો થઈ પ્રભુને હોળી ખેલ થાય છે. ઠાકોરજી સફેદ વસ્ત્રો ધારણ કરી સોનાના શંખ,ચક્ર, ગદા, પદ્મતેમજ સોનાની વાસળી,સાથે દૈદીપ્યમાન બની ભક્તોને દર્શન આપે છે. શણગાર આરતીના સમયે કેસૂડા તેમજ અબીલ ગુલાલ કંકુ તેમજ નાળિયેરનો ઘડો મૂકી આરતી ઉતારતા તેમને રંગબેરંગી છોળ ઉડાડી સેવકો દ્વારા લાડપ્યારથી રંગવામાં આવે છે. ત્યાર બાદ ભાવિક ભક્તોને પ્રસાદીરૂપે તેમની પર પણ રંગોની છોળો ઉડાડવામાં આવે છે. આ દિવસ ની ભાવિક ભક્તો વરસભર રાહ જોતા હોય છે તે મનોકામના પરિપૂર્ણ થાય છે.
આ પણ વાંચોઃ ડાકોર (Dakor Temple) રણછોડરાયજી મંદિર દ્વારા પ્રસાદના ભાવમાં કરાયો વધારો
40 દિવસ સુધી ભાવિકો સાથે રણછોડરાયજી ખેલે છે હોળી
મહા સુદ પંચમી વસંત પંચમીથી વ્રજ લીલામાં વસંત પંચમીથી (Dakor Vasant Panchami celebration) હોળી ફૂલ ડોલ ઉત્સવના 40 દિવસ પ્રભુ વ્રજ ભક્તો સાથે હોળી ખેલે છે. પુષ્ટિમાર્ગી સેવામાં આ 40 દિવસ પ્રભુને રંગોથી ખેલાવાવામાં આવે છે. પ્રભુ જોડે સખ્ય ભક્તિના દિવસો કંઇક અનેરા જ હોય છે. આ દિવસોમાં મુખ્યત્વે પ્રભુને શ્વેત વસ્ત્રો ધરાય છે. શ્વેત વસ્ત્રો પર અલગ અલગ રંગથી હોળી ખેલેલા પ્રભુની શોભા કંઇક અદ્વિતીય જ હોય છે.
વસંત પંચમીથી મહા સુદ ચૌદસના 10 દિવસો વસંત ખેલના અને બાદમાં પૂર્ણિમાથી ડોલ ઉત્સવના 30 દિવસો ધમાર ખેલના હોય છે. ધમાર શરૂ થતાં જ વ્રજ ભક્તો પ્રભુને મીઠી ગારી આપે છે. જાત જાતના કીર્તન પદ રસિયા ગાઈને પ્રભુને રીઝવે છે. દુનિયાના બધા સંપ્રદાયમાં પુષ્ટિમાર્ગ માર્ગ માત્ર એવો છે કે જેમાં ભક્તો ભગવાનને પોતાના સખા માની એમને ગારી દે છે. પ્રભુ ભક્તોનું સર્વ સમર્પણ સ્વીકારે છે.
આ પણ વાંચોઃ ડાકોરમાં 137 દિવસ બાદ રાજા રણછોડની સવારી નીકળી
વિશેષ પ્રકારના દાગીના અને ભોગની પરંપરા
રંગ બે રંગી ખેલથી દૈદીપ્યમાન રાજાધિરાજની શોભા જ કંઈ અનેરી હોય છે. શ્રી રણછોડરાય મહારાજના ખેલના (Dakor Vasant Panchami celebration) આ 40 દિવસોમાં શ્રી વક્ષસ્થળ પર સોનાનો વિશેષ દાગીનો ' હમીર ' ધરાવાય છે. તેમજ લાલ સફેદ કપૂર માળા, કસ્તુરી ચોવાની શ્યામ કંઠી આ ત્રણ આભૂષણ નિયમથી ધરાય છે. ખેલ બાદ શ્રીજી મહારાજ ખેલ ભોગ જેને ફગુવા ધરાય છે જેમાં ઘી તેજાનાયુક્ત ખજૂર, ધાની ચણા અને સૂકો મેવો વિશેષ રૂપે આવે છે.