ખેડાના યાત્રાધામ ડાકોર-ઉમરેઠ રોડ પર અકસ્માત સર્જાતા મોટર સાઈકલને અજાણ્યા વાહને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જેમાં બાઈક પાછળ બેઠેલા 15 વર્ષના બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી. તે ઈજાગ્રસ્ત બાળકને ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક દાહોદના લીમખેડા તાલુકાના રહેવાસી કનુભાઈ હઠીલા હોવાનું જાણવા મળ્યું હતું.
બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને બાઇક અડફેટ લઈ ફરાર થઇ ગયું હતું. જે પોલીસ દ્વારા મૃતકના સગાને જાણ કરીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ડાકોર હાઇવે પર ભારે વાહનો બેફામ બની દોડે છે. જેને લઇ અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે, ત્યારે બેફામ બનતા વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે.