ખેડાઃ સામાન્ય રીતે સરકારી હોસ્પિટલની છાપ એટલી સારી જોવા મળતી નથી હોતી. પરંતુ ડાકોરની સરકારી હોસ્પિટલના તબીબે પોતાની નિષ્ઠાપૂર્વકની સાચી સેવા ભાવનાથી સરકારી હોસ્પિટલની નવી છાપ ઉપસાવી છે. પંથકના તેમજ આજુબાજુના જિલ્લાના લોકો ખાનગી હોસ્પિટલમાંના જતા સીધા જ તેમના નામથી સરકારી દવાખાના સુધી પહોંચે છે. જ્યાં સ્નેહાળ ડોક્ટર સહિતના સ્ટાફની સેવા ભાવનાથી જાણે દર્દીનું દર્દ ગાયબ થઈ જાય છે.
ડોક્ટર સહિત સ્ટાફ પણ ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓની સેવા માટે ખડે પગે હાજર રહે છે. ત્યારે ગરીબ દર્દીઓ માટે ખરેખર જ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે. ડાકોર સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગાયનેકોલોજીસ્ટ ડો.અજય વાળા છેલ્લા પાંચ વર્ષમાં 9424 નોર્મલ ડિલિવરી અને 3507 સિઝર ડિલિવરી મળીને કુલ 12931 પ્રસૂતિ કરાવી છે. જ્યારે સામાન્ય 8666 અને ગંભીર પ્રકારના 8744 મળી 17410 સ્ત્રી રોગને લગતા ઓપરેશન કર્યા છે. જેની પાંચ વર્ષની સરેરાશ જોઈએ તો દરરોજ 7 પ્રસુતિ અને 10 ઓપરેશન કરીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
![મહામારીના સમયમાં રોજની 7 પ્રસૂતિ અને 10 ઓપરેશન કરી અવિરત સેવા બજાવી રહેલા ડાકોર ડાકોર સરકારી હોસ્પિટલના તબીબના તબીબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-doctor-pkg-spl-7203754_24072020222754_2407f_03707_424.jpg)
ડોક્ટરની આ નિષ્ઠાપૂર્વકની સાચી સેવા ભાવનાની કદર કરતા સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સમયે સમયે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ડાકોર સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગાયનેકોલોજીસ્ટ ડો.અજય વાળાને કાયાકલ્પ તેમજ લક્ષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહામારીના સમયમાં જરૂરિયાતમંદ મહિલા દર્દીઓ માટે આ તબીબ ખરેખરા કોરોના વોરિયર નીવડી રહ્યા છે.
![મહામારીના સમયમાં રોજની 7 પ્રસૂતિ અને 10 ઓપરેશન કરી અવિરત સેવા બજાવી રહેલા ડાકોર ડાકોર સરકારી હોસ્પિટલના તબીબના તબીબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-doctor-pkg-spl-7203754_24072020222754_2407f_03707_1006.jpg)
![મહામારીના સમયમાં રોજની 7 પ્રસૂતિ અને 10 ઓપરેશન કરી અવિરત સેવા બજાવી રહેલા ડાકોર ડાકોર સરકારી હોસ્પિટલના તબીબના તબીબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-doctor-pkg-spl-7203754_24072020222754_2407f_03707_1076.jpg)