ખેડાઃ ફાગણી પુનમે (Dakor Fagni Poonam Mela 2022)ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોઈ પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા (Fagni Poonam Padyatri )યાત્રા કરી ફાગણી પુનમના (Holi 2022) રોજ ડાકોર પહોંચી દર્શન કરે છે. જેને લઈ હાલ ડાકોર જતાં તમામ માર્ગો ભાવિકોથી ઉભરાઈ રહ્યા છે.
ફાગણી પૂનમના દર્શનનો વિશેષ મહિમા - ડાકોર ખાતે ફાગણી પૂનમે (Holi 2022)રાજાધિરાજના દર્શન કરવાનો વિશેષ (Dakor Fagni Poonam Mela 2022) મહિમા છે. જેને લઈ હાલ ડાકોર જતા માર્ગો પર ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે. આખી રાત (Fagni Poonam Padyatri ) પદયાત્રા કરી ભાવિકો વહેલી સવારે 4 વાગેથી રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.
આ પણ વાંચોઃ Holi 2022: ફાગણી પૂનમ નજીક આવતા અમદાવાદ ડાકોર રોડ પર સેવા કેન્દ્રો ધમધમતા થયાં
17 થી 19 માર્ચ ફાગણી પૂનમનો મેળો - ડાકોર ખાતે 17,18 અને 19 માર્ચના રોજ ત્રિદિવસીય ફાગણી પૂનમનો (Holi 2022) મેળો યોજાનાર છે. જેને લઈ રાજાધિરાજના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ડાકોર (Fagni Poonam Padyatri ) જઈ રહ્યા છે. જ્યાં દર્શન કરી પદયાત્રીઓ પરત ફરશે. શાંતિપૂર્ણ માહોલમાં મેળો(Dakor Fagni Poonam Mela 2022) યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે ટેમ્પલ કમિટી તેમજ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
મહામારીને લઈ બે વર્ષથી બંધ રખાયો હતો મેળો - રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને લઈને ગત બે વર્ષ ડાકોર ખાતે યોજાતો ફાગણી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે કોરોના સંક્રમણ નિયંત્રિત હોય મેળો (Dakor Fagni Poonam Mela 2022) યોજવાનો નિર્ણય કરાતા ભાવિકો શ્રદ્ધા સાથે ડાકોર જતાં (Holi 2022) જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું