જિલ્લામાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ
જિલ્લામાં 13,500 ડોઝનો જથ્થો પહોંચ્યો
રસીકરણ માટે તંત્ર સજ્જ, પ્રથમ તબક્કામાં 5.25 લાખ વ્યક્તિને રસી અપાશે
પ્રથમ તબક્કાની શરૂઆતમાં જિલ્લામાં 8 સ્થળોએ રસી અપાશે
ખેડાઃ જિલ્લામાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થશે. જેને લઈ મંગળવારે રાત્રે 13,500 વેક્સિન ડોઝનો જથ્થો નડિયાદ આવી પહોંચ્યો હતો. જેને જિલ્લા પંચાયતના વેક્સિન સેન્ટર ખાતે 2થી 8 ડિગ્રીના તાપમાનમાં રાખવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કાની શરૂઆતમાં જિલ્લાના 8 સ્થળોએ રસી અપાશે
ખેડા જિલ્લામાં શરૂ થનારા રસીકરણ અભિયાનમાં 8 સ્થળોએ રસી અપાશે. જેમાં નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ અને એન.ડી.દેસાઈ હોસ્પિટલ, ખેડા સિવિલ હોસ્પિટલ, મહેમદાવાદ સીએચસી, વસો સીએચસી, ડાકોર સીએચસી, લિંબાસી સીએચસી અને કપડવંજ સીએચસી સામેલ છે.
રસીકરણ માટે તંત્ર સજ્જ, પ્રથમ તબક્કામાં 5.25 લાખ વ્યક્તિને રસી અપાશે
રસીકરણની પ્રથમ તબક્કાની શરૂઆતમાં હેલ્થકેર વર્કરને રસી આપવામાં આવશે. જે માટે 13,500 ડોઝનો જથ્થો જિલ્લામાં આવી ચૂક્યો છે. જિલ્લામાં રસીકરણ માટેની તમામ તૈયારીઓ અગાઉથી જ આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં 5.25 લાખ વ્યક્તિને રસી આપવામાં આવશે.