ETV Bharat / state

ખેડામાં પુખ્ત વયના નાગરિકો માટે કોરોના રસીકરણનો થયો પ્રારંભ - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

ખેડા જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર તમામ પુખ્ત વયના નાગરિકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

કોરોના રસીકરણ
કોરોના રસીકરણ
author img

By

Published : Apr 3, 2021, 3:23 PM IST

Updated : Apr 3, 2021, 6:57 PM IST

  • ખેડામાં પુખ્ત વયના નાગરિકોને રસીકરણનો પ્રારંભ
  • જિલ્લામાં રસીકરણની પ્રક્રિયાને અપાયો વેગ
  • યુવા વર્ગે ડર રાખ્યા વગર રસી મૂકાવવાની અપીલ કરી

ખેડા : જિલ્લામાં 1 માર્ચથી ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વય ધરાવતા નાગરિકોને તેમજ 45થી 59 વર્ષની ઉંમરના બીમારી ધરાવતા નાગરિકો માટે કોરોના રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ હવે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું પણ રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રજિસ્ટ્રેશન બાદ નાગરિકોને રસી મૂકવામાં આવી રહી છે.

કોરોના રસીકરણ
યુવાઓ દ્વારા ડર રાખ્યા સિવાય રસી મૂકાવવા અપીલ

રસીકરણને લઈ લોકોમાં જોવા મળી રહી છે જાગૃતિ

કોરોના રસી અંગે શરૂઆતમાં કેટલીક ગેરસમજને લઈને રસી લેવા અંગે લોકોમાં ડર જોવા મળતો હતો, પરંતુ હવે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ જોવા મળી રહી છે. લોકો રસી લેવા આરોગ્ય કેન્દ્રો પર પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો - ખેડામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, નવા 24 કેસ નોંધાયા

યુવાઓ દ્વારા ડર રાખ્યા સિવાય રસી મૂકાવવાની અપીલ

યુવાઓ રસીકરણ માટે આરોગ્ય કેન્દ્રો પર પહોંચી રસી મૂકાવી રહ્યા છે. કોરોના રસી મૂકાવવા સાથે ખોટી માન્યતાઓને લઈ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય પોતાની અને દેશની સલામતી માટે કોરોના રસી મૂકાવવા માટેની અપીલ યુવાઓ દ્વારા લોકોને કરવામાં આવી રહી છે. આ સાથે જ આરોગ્ય કેન્દ્રો પર વરિષ્ઠ નાગરિકો કે જેઓ પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે, તેમને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ખેડામાં પુખ્ત નાગરિકો માટે કોરોના રસીકરણનો થયો પ્રારંભ

આ પણ વાંચો - કોરોના સંક્રમણને લઈ વડતાલ ધામનો રંગોત્સવ રદ્દ

જિલ્લામાં રસીકરણની પ્રક્રિયાને વેગ અપાયો

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે તંત્ર દ્વારા રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. આશા વર્કર્સ દ્વારા લોકોને ઘરે જઈ રસી લેવા અંગે તેમજ જેમને પ્રથમ ડોઝ લીધો હોય તેમને બીજા ડોઝ અંગે જણાવવામાં આવે છે.

આ પણ વાંચો - ખેડા જિલ્લાના ધરતીપુત્રની કોરોના સામેની લડતને એક વર્ષ પૂર્ણ

Last Updated : Apr 3, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.