ETV Bharat / state

ખેડામાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 24 કેસ પોઝિટિવ - ખેડામાં કોરોના

ખેડા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 24 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં નડીયાદ, વસો, ખેડા, મહુધા અને કપડવંજના કેસ સામેલ છે.

ETV BHARAT
ખેડામાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 24 કેસ પોઝિટિવ
author img

By

Published : Jul 10, 2020, 2:02 AM IST

ખેડા: જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી નવા નવા કેસો સામે આવી રહ્યા છે. ગુરુવારે નડિયાદમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વઘુ 19 નવા કેસ આવ્યા છે. આ સાથે જ કપડવંજમાં 2, વસો, ખેડા અને મહુધામાં 1-1 મળી કુલ કોરોનાના નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુરુવારે નોંધાયેલા નવા કેસના કારણે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 296 થઇ છે. આ ઉપરાંત અત્યાર સુધી 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 160 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.