- ડાકોર મંદિરમાં લોકડાઉનની ગાઈડલાઈનનો ભંગ
- મંદિરના સેવકે 7 મહિલાઓને કરાવ્યા દર્શન
- મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
ડાકોર: રણછોડ મંદિરના વારાદારી સેવક પૂજારી દ્વારા મંદિર તેમજ કોરોના નિયમોનો ભંગ કરી સાત મહિલાઓને નિજ મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો.મહિલાઓને સિંહાસન પર ચઢાવી ભગવાનના ચરણસ્પર્શ કરાવતા વિવાદ સર્જાયો છે.જેનો વિડીયો પણ સોશિઅલ મીડીયામાં વાયરલ થયો છે.
સેવક સામે ફરિયાદ
ડાકોર રણછોડરાયજી મંદિરના વારાદારી સેવક પૂજારી પરેશ રમેશચંદ્ર સેવક દ્વારા સાત જેટલી મહિલાઓને નિયમ વિરૂદ્ધ મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો.જે સમયે મંદિરમાં ફરજ પર હાજર કર્મચારી દ્વારા તેમને રોકતા તેમની સાથે ઝપાઝપી કરી ધક્કો મારી મંદિરમાં પ્રવેશ્યા હતા.મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરાવી સિંહાસન પર ચઢાવી ભગવાનના ચરણસ્પર્શ કરાવ્યા હતા.જેને લઈ વિવાદ સર્જાયો હતો અને મામલો ડાકોર પોલિસ સ્ટેશને પહોંચ્યો હતો. ડાકોર મંદિરના મેનેજર અરવિંદ મેહતા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી.
આ પણ વાંચો : વધતા સંક્રમણને લઈ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર