- ખેડા જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ
- જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓ
- ખેડા જિલ્લામાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા
ખેડાઃ કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. ખેડા જિલ્લાના ઠાસરામાં 13, નડીયાદમાં 8, કપડવંજમાં 8, કઠલાલમાં 5 અને માતરમાં 1 મળી કોરોનાના કુલ 35 કેસો નોંધાયા છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ : 5 દિવસમાં વધુ 73 પોઝિટિવ કેસ
પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું
ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ લાવવા સાથે લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગોંડલ શહેર તથા ગ્રામ્યમાં ગુરુવારે એકસાથે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
સંક્રમણ અટકાવવા જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન અને રાત્રિ કરફ્યૂ કરવામાં આવ્યું છે
જિલ્લામાં રોજબરોજ વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નડીયાદ તેમજ કપડવંજમાં 4 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે દુકાનો, બજારો બંધ કરવામાં આવી રહ્યા છે. નડીયાદ શહેરમાં 8 વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂનો પણ ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ તંત્ર દ્વારા મહામારી ફેલાતી અટકે તે માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.