- યાત્રાધામ વડતાલ ખાતે શ્રીજી મહારાજની પ્રસાદીનું સંગ્રહાલય કરોડોના ખર્ચે બનાવાશે
- સંગ્રહાલયના નિર્માણ માટે હરિભક્તોએ બે જ કલાકમાં 25 કરોડનું દાન આપ્યું
- ભગવાન સ્વામીનારાયણની પ્રસાદીની વસ્તુઓ તેમજ ઓડીયો-વીડીયો પ્રદર્શની પ્રસ્તુત થશે
ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ(Swaminarayan Tirthdham Vadta) ગોમતી કિનારે કરોડોના ખર્ચે આકાર પામનાર અલૌકીક અક્ષરભુવન(Aksharbhuvan Museum)નું કાર્તિકી પુનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા જ્ઞાનજીવન સ્વામી કુંડળ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી, વિષ્ણુ સ્વામી અથાણાવાળા, મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી સહિત વડતાલ સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે, નુતન અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણની 200 વર્ષ જુની પ્રસાદીની વસ્તુઓ, આધુનીક ટેકનોલોજીથી ડીસપ્લે કરવામાં આવશે તેમજ ઓડિયો-વીડીયોના પ્રદર્શન પણ પ્રસ્તુત કરવામાં આવશે.
ગોમતી કિનારે કરોડોના ખર્ચે અલૌકિક અક્ષરભુવન બનશે
આ ઉપરાંત ભગવાન શ્રીહરિની પ્રસાદીની વસ્તુઓ હરિભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે તેમજ ગોમતી કિનારે(Aksharbhuvan on the Gomati coast) કરોડોના ખર્ચે અલૌકિક અક્ષરભુવન(મ્યુઝીયમ) આકાર પામનાર છે. જેનું કાર્તિકી પુનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ચેરમેન પૂ.દેવપ્રકાશશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, પૂ.જ્ઞાનજીવનસ્વામી, પૂ.ધર્મપ્રસાદસ્વામી, પૂ.વિષ્ણુપ્રકાશ સ્વામી, પૂ.કેકે શાસ્ત્રી, ટ્રસ્ટી સભ્ય બ્રહ્મચારી પ્રભુનાનંદજી, પાર્ષદ ઘનશ્યામભગત તથા ટ્રસ્ટી સભ્યોના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં મુખ્ય શિલાન્યાસ મહોત્સવ યોજાશે જેમાં ભૂમિપૂજન(Aksharbhuvan Bhumi Pujan) સમયે ફક્ત બે કલાકમાં સંતો હરિભક્તોએ રૂ. 25 કરોડનું દાન આવ્યું છે.
સંતો-હરિભક્તોએ સંગ્રહાલયમાં મુકવા પ્રસાદીની વસ્તુઓ અર્પણ કરી
સંપ્રદાયના સંતો-હરિભક્તોએ(Swaminarayan Sampraday) અક્ષરભુવનમાં મુકવા માટે પ્રસાદીની વસ્તુઓ જેમા માળા, બેરખો, ચરણાવિંદ, ભગવાનની મૂર્તિઓ, ભગવાનના વસ્ત્રો, ખડિયો-કલમ વગેરે અર્પણ કરી છે. શ્રીહરિની હજ્જારો પ્રસાદીની વસ્તુઓ જુના અક્ષરભુવનમાં પધરાવી છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહજી ચૌહાણ(Union Minister Dev Singh Ji Chauhan) તેમજ ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તૈયાર થનાર આ નૂતન અલૌકિક અક્ષરભુવન સ્વામિનારાયણ સંપ્રદાયના(Swaminarayan Sampraday Aksharbhuvan) હરિભક્તો માટે અનોખુ નજરાણું બની રહેશે.
આ પણ વાંચોઃ Uniform Civil Code : મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું- "કાયદો બંધારણીય અધિકારોની વિરુદ્ધ"
આ પણ વાંચોઃ ચીનના ડાલિયાનમાં કોવિડ-19ના વધતા કેસો બાદ યુનિવર્સિટીમાં લોકડાઉન