ખેડાઃ નોવેલ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા જીલ્લા વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યુ છે. જિલ્લામાં નોંધાયેલા કોવિડ-19 પોઝિટિવ કેસના સંદર્ભમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવાની કામગીરીના ભાગરૂપે પોઝિટિવ કેસના સમાવિષ્ટ ક્ષેત્રમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે.
જીલ્લામાં તપાસ દરમિયાન 81 આરોગ્ય ટીમો દ્વારા 4 હજાર 87 ઘરો તેમજ 19 હજાર 222 વસ્તીને આવરી લીધી છે. આશિષ સોસાયટી નડિયાદ કેસના સંદર્ભમાં કુલ 17 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 7ના રિપોર્ટ નેગેટીવ તેમજ 10ના રિપોર્ટ પેન્ડીંગ છે. ત્યારે દાણા-કપડવંજના કેસના સંદર્ભમાં કુલ 3 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 2ના રિપોર્ટ નેગેટીવ તેમજ 1 રિપોર્ટ પેન્ડીંગ છે.
ત્યાર બાદ એપેડેમિક મેડિકલ ઓફિસર,આરોગ્ય શાખા અને ખેડા જીલ્લા પંચાયતએ જણાવ્યું છે કે, આણંદ જીલ્લાના કેસના સંદર્ભમાં કુલ 7 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 3ના રિપોર્ટ નેગેટીવ તેમજ 4ના રિપોર્ટ પેન્ડીંગ છે.