- સરકારી હુકમની અવગણના કરી હડતાલ પર ઉતરતા કાર્યવાહી
- તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવાઈ
- ઠાસરા પોલીસ સ્ટેશને નોંધાવાઈ ફરિયાદ
ખેડા: ઠાસરા તાલુકા આરોગ્ય કચેરી તેમજ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ ફરજ પર ગેરહાજર રહી હડતાલ પર ઉતર્યા હતા. જેમાં આયુષ ડોક્ટર, FHW, નર્સિંગ સ્ટાફ અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કર્મચારીઓ અધિકારીઓ હડતાલ પર ઉતર્યા હતા.
આ પણ વાંચો: ટૂલકિટ વિવાદ કેસમાં ભાજપના જેપી નડ્ડા, સ્મૃતિ ઇરાની, સંબિત પાત્રા અને બી.એલ. સંતોષ વિરુદ્ધ કેસ નોંધાયો
કલેક્ટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવા સૂચના
કોરોના મહામારીના સમયમાં સરકારના હુકમની અવગણના કરી હડતાલ પર ઉતરનારા નેશનલ હેલ્થ મિશનના આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ જીલ્લા કલેકટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઈ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોધાવાઈ હતી. ફરિયાદને આધારે ઠાસરા પોલિસ દ્વારા કલમ 188,એપેડેમિક ડીસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરા નંદેસરી GIDC કર્મચારી મોત મામલો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સામે ફરિયાદ