ETV Bharat / state

શ્રી વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવમાં રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિ - ખેડા સ્વામિનારાયણ સંપ્રદાય ન્યુઝ

ન્યુઝ કેસ્કઃ સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા ભરતીય સસ્કૃતીની પરંપરાને જીવંત રાખવાનું કાર્ય થઈ રહ્યું છે. જ્યારે સમગ્ર માનવજાત અન જીવંમાત્રના કલ્યાણ માટે આ‍ધ્યાત્મિક માર્ગ પર સંપ્રદાય દ્રારા સેવા કાર્યો અને સંપ્રદાયના સંતોએ પોતાનું સંપૂણ જીવન માનવ કલ્યાસ માટે સમર્પિત કર્યુ છે. અને વચનામૃત ગંથ સરળ ભાષામાં જનજન સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

શ્રી વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવમાં રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિ
author img

By

Published : Nov 7, 2019, 10:33 AM IST

રાજ્યપાલે મંદિરમાં ભકિતભાવ પૂર્વક દર્શન-અર્ચન કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સ્વામિનારાણ સંપ્રદાય દ્રારા ભારતીય સ‍ંસ્કૃતિની પંરપરાને જીવંત રાખવા સાથે સમગ્ર માનવજાત અન જીવમાત્રના કલ્યાણ માટે આધ્યાત્મિક માર્ગ પર સેવા કાર્યો થઈ રહ્યા છે.

gj
રાજ્યપાલે ગાયોને ખવડાવ્યું ઘાસ

સ્વામિનારાણ સંપ્રદાયનો ઉદભવ ગુજરાતની ધરતી ઉપર થયો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય આ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. તેની પાછળ સંતોની અપાર મહેનત, ત્યાગ અને તપ‍સ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

‍સ્વામિનારાયણ સંપ્રદાયના સપ્રર્સિદ્ધ તીર્થસ્થાન વડતાલ ખાતે શ્રી વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અને કાર્તિકી સમૈયામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજ્યપાલના હસ્તે જ્ઞાનબાગના માધ્યમથી ‘‘વચનામૃત‘‘ ગ્રંથ અંગ્રેજી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલે વડતાલધામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભકિતભાવ પૂર્વક શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન-અર્ચન કરી ગૌ શાળા ખાતે ગૌ માતાનું પૂજન કર્યુ હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
રાજ્યપાલે શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન-અર્ચન

રાજ્યપાલે ઉમેર્યુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સંપૂર્ણ માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. અને ધર્મ જીવન અભિન્ન અંગ છે, ‍ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જીવન જીવવાના સવિધાન તરીકે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્રારા લિખિત વચનામૃત ગ્રંથને વેદ-ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, ગીતો, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના ઉપદેશની વાતો જનમાનસ સુધી સરળ ભાષામાં પહોંચાડવા વચનામૃતની રચના કરી હતી. એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે.

એકવીસમી સદીમાં આધુનિક અને ભૌતિકવાદમાં પરમાત્મા સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિક ક્ષેત્ર છે તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું ઈશ્વર સર્વવ્યાપી અને કણકણમાં વિધમાન છે, ત્યારે પરમાત્મા પ્રત્યે પોતાના સમર્પણ ભાવ રાખાશું તો માનવ જીવનના કલ્યાણ સાથે જીવન ઉન્નત થાય છે તેમ જણાવ્યું હતું.

ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીના માધ્યમથી જીવન જીવવાનો માર્ગ સરળ કર્યો છે. ભગવાને ચિંધેલા માર્ગે માનવ જીવનમાં શ્રેષ્ઠ કર્મો કરી માનવ જાત અને જીનમાત્રની સેવા દ્રારા જીવનને ઉન્નત બનાવી ઈશ્વર પ્રત્યે સમર્પિત થવા જણાવ્યું હતું.

સ્વામિનારાયણ સંસ્થા વડતાલ દ્રારા થતી જનસેવા અને જીવસેવાને બિરદાવતા જણાવ્યું કે સંસ્થા દ્રારા સમાજના જરૂરિયાતમંદોને વિનામુલ્યે આરોગ્ય સેવાઓ, ગૌ-સંરક્ષણ, ગૌસંવર્ઘન, ભારત વર્ષના શ્રેષ્ઠ અને સંસ્કારી યુવાનો તૈયાર કરવા ગુરૂકુલ સંસ્થાઓ દ્રારા પરંપરાગત શિક્ષણની પધ્ધતિ સરાહનીય છે.

રાજ્યપાલે આ‍ધ્યાત્મિક અને સામાજિક સમૃદ્ધિ માટે માનવ સેવા અને માનવ કલ્યાણમાં સૌને સંકલ્પબદ્ધ થવા અંનુરોધ કર્યો હતો.

વડતાલ સં‍સ્થાના આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ અગાઉ જીવમાત્રનું કલ્યાણ થાય તેવા ઉદેશ સાથે વચનામૃતની રચના કરી હતી. વચનામૃત દ્રારા મનુષ્ય દેહ માટે બ્રહ્મ ભગવાનની પ્રાપ્તિ થવા સાથે આત્માનું કલ્યાણ થાય છે તેમ તેમણે કહ્યું હતું.

રાકેશપ્રસાદજી મહારાજે વડતાલ સંસ્થા દ્રારા હાથ ધરવામાં આવેલા સમાજ અને માનવસેવાના કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી.

પ્રારંભમાં કોઠારી નૌતમ ‍ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો.

આ અવસર શ્રી ધમયર્પ્રિયદાસજી સ્વામી, શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી, શ્રી દેવશ્યામપ્રકાશ સ્વામી, શ્રી ઘનશ્યામપ્રકાશ સ્વામી, સંતગણ, કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિકક્ષક દિવ્ય મિશ્ર, ગુજરાત પ્રાંતના સહ સંચાલક ભરત પટેલ, પ્રચારક ડૉ.ચિંતન ઉપાધ્યાય, પશ્રિમ ક્ષેત્રના પ્રચારક હસમુખ પટેલ, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા ર્નવાસી

Intro:Body:

RAJAYPAL

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.