- જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું
- શહેરમાં ઝાડા ઉલ્ટીના 23 કેસો નોધાયા : સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ
- જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું
નડીયાદ : કોરોના કાળમાં હાલ એક તરફ નડીયાદ શહેરમાં ધીમે ધીમે કોરોના સંક્રમણમાં નોંઘપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.ત્યાં હવે કોલેરાનો રોગચાળો શહેરમાં માથું ઉંચકી રહ્યો છે.શહેરમાં કોરોનાના કેસો માંડ માંડ ઘટી રહ્યા છે.ત્યારે છેલ્લા કેટલાક દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડા ઉલ્ટીના કેસો નોંધાઈ રહ્યા છે.
કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
શહેરના મંજીપુરા, કનીપુરા,સાંઈબાબા નગર,જવાહર નગર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલ્ટીના કેસો આવી રહ્યા છે.જેને લઈ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી શહેરને કોલેરાગ્રસ્ત (cholera ) તેમજ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.તો આ સાથે જ આરોગ્ય વિભાગ અને નડિયાદ નગરપાલિકાને રોગચાળાને નિયંત્રિત કરવા પગલા ભરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : 75th Death Anniversary of Vasant-Rajab: ક્રાઈમ બ્રાન્ચના પટાંગણમાં અપાઈ પુષ્પાંજલિ
શહેરમાં ઝાડા ઉલ્ટીના 23 કેસો નોંધાયા : સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ
આ અંગે સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મનીષે જણાવ્યું હતું કે, શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 6 બાળકો સહિત ઝાડા ઉલ્ટીના 23 કેસો નોધાયા છે.હાલ તમામ દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.જેમના કોલેરા અંગેના રિપાર્ટ આવવાના બાકી છે.
આ પણ વાંચો : Gujarat Religious Conversion Case : સુરતના સંતોષને લાલચ આપીને અબ્દુલ્લા બનાવ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ
શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય
નડિયાદ શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરમાં જયાં ને ત્યાં કાદવ કીચડ અને કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ સમસ્યા વકરે નહી તેને માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.