ETV Bharat / state

નડીયાદ: રાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસ નિમિત્તે હેન્‍ડ વોશિંગ તથા માતા યશોદા એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતી નિમિત્તે નડીયાદ ખાતે રાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસ નિમિત્તે હેન્‍ડ વોશિંગ તથા માતા યશોદા એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્‍લાના શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મહાનુભાવોના હસ્‍તે માતા યશોદા એવોર્ડ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્યા હતા.

nadiad news
nadiad news
author img

By

Published : Oct 2, 2020, 7:50 PM IST

નડીયાદ: ગાંધી જયંતી નિમિત્તે નડીયાદ ખાતે રાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસ નિમિત્તે હેન્‍ડ વોશિંગ તથા માતા યશોદા એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્‍લાના શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મહાનુભાવોના હસ્‍તે માતા યશોદા એવોર્ડ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્યા હતા.

2જી ઓક્ટોબર ગાંધીજીનો જન્‍મ દિવસ રાષ્‍ટ્રીય સ્‍વછતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી કહેતા સ્‍વચ્‍છતા વગર સ્‍વતંત્રતા મળે તો એ સ્‍વતંત્રતા અધૂરી હશે. નડીઆદ ખાતે રાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસ નિમિત્તે યોજાયેલા હેન્‍ડવોશ તથા માતા યશોદા એવોર્ડ એનાયત કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાનેથી ઉદબોધન કરતાં ખેડા જિલ્‍લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, આજના કોરોના મહામારીમાં હેન્‍ડવોશ અને સ્‍વચ્‍છતા આપણી આદત બને એ જરૂરી છે. હાથ ધોઇને જમવાથી શરીરના અડધા રોગો થતા અટકાવી શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે, બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળે તે અત્‍યંત જરૂરી છે. ​પ્રાસંગિક ઉદબોધન કરતાં જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્‍યું કે, જિલ્‍લામાં 1979 આંગણવાડી કેન્‍દ્રોમાં પાંચ વર્ષના સુધીના 1 લાખ 66 હજાર 318 બાળકો, 14 હજાર 955 સગર્ભા માતાઓ અને 17 હજાર 259 ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. 2022 સુધીમાં તમામ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો રાજ્ય સરકારનો ધ્‍યેય છે.

જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલે ઉપસ્‍થિત બહેનો અને કિશોરીઓને જિલ્‍લાને કુપોષણ મુકત, સ્‍વસ્‍થ અને સશક્ત કરવા પોષણ શપથ પણ લેવડાવ્‍યા હતા.આ પ્રસંગે આંગણવાડીના લાભાર્થીઓને હેન્‍ડવોશિંગ કરાવી હેન્‍ડવોશિંગ કીટ અને સહભાગી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જિલ્‍લામાં આંગણવાડી કેન્‍દ્રોમાં માનદ્ સેવા આપતા જિલ્‍લાના શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મહાનુભાવોના હસ્‍તે માતા યશોદા એવોર્ડ એનાયત કરી સન્‍માનીત કરાયા હતા. ​​કાર્યક્રમની શરૂઆતમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એચ.ગઢવીએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતું. અંતમાં આભારવિધિ આશાબહેને કરી હતી. ​આ કાર્યક્રમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી, આંગણવાડી કાર્યકરો, મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.