- વિવિધ બેન્કોમાંથી ક્રેડિટ ફેસિલિટી મેળવી છેતરપિંડી
- નડિયાદ, અમદાવાદ અને બાવળા સહિત છ સ્થળોએ દરોડા
- CBIએ વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા
નડિયાદ: એક ચોખાની કંપનીએ બેન્કો માંથી 2010થી 2015 દરમિયાન રૂ.114.56 કરોડની છેતરપિંડી (114 crore fraud with banks) કરી હતી. વિવિધ બેન્કોમાંથી ક્રેડિટ ફેસિલિટી મેળવી છેતરપિંડી કરી અલગ અલગ લોકોની મિલીભગતથી કંપનીએ બેન્કમાંથી ક્રેડિટ ફેસિલિટી મેળવી હતી. જે માટે કંપનીએ બેન્કમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને બેન્કો સાથે છેતરપિંડી કરી હતી. જે મામલામાં બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક અને યુનિયન બેન્કની તપાસમાં કૌભાંડ (fraud with banks) બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: PM Modi Advice: CVC અને CBI અધિકારીઓ ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા પોતાને પુન:સમર્પિત કરે
નડિયાદ,અમદાવાદ અને બાવળા સહિત છ સ્થળોએ દરોડા
આ સમગ્ર મામલે CBI દ્વારા નડિયાદની કંપનીના ડિરેક્ટર અને તેમની સાથે નાણાકીય છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. CBIની ટીમોએ કંપનીની નડિયાદ સહિતની બ્રાન્ચમાં રેડ કરી હતી. જેમાં નડિયાદ, અમદાવાદ બાવળા સહિત છ સ્થળોએ રેડ કરવામાં આવી હતી. દરમિયાન CBIની ટીમ દ્વારા વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 1983માં પોલીસકર્મી પર હુમલો કરવાના મામલે છોટા રાજનને CBIની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યો