- ભાઇ-ભાઇમાં 150 રૂપિયામાં તકરાર
- ઉછીના રૂપિયા પરત માંગતા થઇ તકરાર
- નાનાભાઈએ પિતા અને પત્ની સાથે મળી હુમલો કર્યો
ખેડા : જિલ્લાના કપડવંજના રતનપુર તાબેના દંતાલીમાં રહેતા તખતસિંહ રાઠોડે પોતાના જ ભાઇ પાસેથી 150 રૂપિયા ઉછીના લીધા હતા. ભરતભાઈએ રૂપિયા પાછા માંગતા સાંજ સુધીમાં આપી દેવા જણાવ્યું હતું. જેને લઈ તખતસિંહ ઘરે આવતા રાત્રિના સમયે ઉછીના રૂપિયા આપવાની માંગણી કરતા તખતસિંહ એક દિવસમાં આપવાનું જણાવ્યું હતું. જેને લઇ બંને વચ્ચે તકરાર થઇ હતી.
ધારીયા, કુહાડી જેવા હથિયારોથી ઘાતક હુમલો
ઉછીના રૂપિયા પરત માંગી તકરાર કરી ભરતભાઈ ઉશ્કેરાઇ ગયો હતો. તેના પિતા સબુરભાઇ રાઠોડ તેમજ ભાભી સવિતા બેન સાથે મળીને ધારીયા, કુહાડી જેવા હથિયારોથી ઘાતક હુમલો કર્યો હતો. જેમાં તખતસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
હત્યાના મામલામાં મૃતક તખતસિંહના પત્ની જમનાબેનની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસ દ્વારા ભરતભાઇ, સબુરભાઈ અને સવિતાબેન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.