ETV Bharat / state

Kheda News: ખેડાની ધામણી નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની ધામણી નદી બે કાંઠે વહેતી થતાં નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.જેને પગલે કપડવંજના લાડુજીના મુવાડાથી દંતાલીને જોડતો રસ્તો બંધ થઈ જવા પામ્યોહતો.જો કે અહીં તંત્રની ગેરહાજરી વચ્ચે લોકો મહિલાઓ અને બાળકો સહિત જોખમી રીતે પુલ પરથી પસાર થતાં જોવા મળ્યા હતા

Kheda News: ખેડાની ધામણી નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ
Kheda News: ખેડાની ધામણી નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ
author img

By

Published : Jul 12, 2023, 10:39 AM IST

ખેડાની ધામણી નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ

ખેડા: અરવલ્લીના બાયડમાં વરસાદ વરસવાના કારણે કપડવંજ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. નદીઓમાં ઘોડાપુર,તળાવો છલકાયા અરવલ્લી જીલ્લામાં થયેલા વરસાદને કારણે કપડવંજની ધામણી,મહોર અને વારાસી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.જેને પગલે ગામો સહિત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. દંતાલી ગામના તળાવમાં પાણી ભરાતા તળાવ ફાટ્યું હતું.

"વરસાદને કારણે ગઈકાલથી નદીમાં પાણીની સપાટી વધવાની શરૂ થતા પુલ પાણીમાં ગરકાવ થયો હતો.અવરજવરના અન્ય વિકલ્પો ખુલ્લા છે.તેમજ પુલ ઉપરથી પાણી ઓસરી રહ્યા છે"-- જે.એન.પટેલ (મામલતદાર )

જોડતો રસ્તો બંધ: જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.જ્યારે માલના મુવાડા ગામનું તળાવ ઉપરવાસના પાણીને કારણે છલકાતા લીકેજ થયું હતું.તંત્ર દ્વારા લોકો અને પશુઓને સલામત સ્થળે ખસેડાયા હતા. પુલનદીમાં ગરકાવ થતા રસ્તો બંધ થતા જોખમી રીતે લોકો પસાર થયા કપડવંજની ધામણી નદીની પાણીની સપાટી વધતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.જેને લઈ નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. પુલ પાણીમાં ગરકાવ થતાં લાડુજીની મુવાડાથી દંતાલીને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો.

તંત્ર દ્વારા કોઈ કામગીરી: તંત્ર દ્વારા પુલ પર કોઈ બંદોબસ્ત ગોઠવાયો નહોતો. તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો નહોતો.તંત્રની ગેરહાજરીમાં લોકો જોખમી રીતે બાઈક તેમજ નાના બાળકો અને મહિલાઓ સાથે પુલ ઉપરથી પસાર થઈ રહેલા જોવા મળ્યા હતા.ત્યારે જો પુલ પર પાણીની સપાટી વધી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાવા પામી હોત.જો કે સાંજે પુલ પરથી પાણી ઓસરવાનું શરૂ થયું હતું.આ બાબતે મામલતદારે અવરજવર માટે અન્ય રસ્તા હોવાનું જણાવ્યું હતું.પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવા બાબતે કઈ જણાવ્યું નહોતુ.

  1. Kheda News : નડિયાદમાં ગાયે શિંગડું મારતા એક વ્યક્તિનું મૃત્યુ, ગાય માલિક સામે ગુનો દાખલ
  2. Kheda News: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાઓ પર 324 સીસીટીવી સેટ, સર્વત્ર રહેશે બાજ નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.