ખેડા જિલ્લાના નડીયાદ નજીક કણજરી રેલ્વે સ્ટેશન પર વડોદરા તરફ જતી ઇન્ટરસિટી ટ્રેનમાં અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાતા બોગીના ક્લેમ્પ તૂટી ગયા ( bogie clamp broke at Kanjari railway station ) હતાં. જેને લઈ એન્જીન બે બોગી સાથે આગળ નીકળી ગયુ હતું જ્યારે બાકીના ડબ્બા છૂટા પડી જતા સ્ટેશન પર જ રહી ગયા હતાં. ઘટનાને પગલે ટ્રેન ( Vadodara Intercity Express stuck ) ને કણજરી સ્ટેશન પર ઉભી કરી દેવામાં આવી હતી.
પેસેન્જર અટવાયા ઇન્ટરસિટી ટ્રેન અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી તે દરમ્યાન અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાવા પામી હતી. જેને લઈ બે બોગી વચ્ચેના ક્લેમ્પ તૂટી જતા ( bogie clamp broke at Kanjari railway station )એન્જીન બે બોગી સાથે આગળ નીકળી ગયુ હતું. જ્યારે બાકીના ડબ્બા સ્ટેશન પર જ રહી ગયા હતાં. ઘટનાને પગલે ટ્રેનમાં સવાર પેસેન્જર ભયભીત થઈ જવા પામ્યા હતાં. ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરી કરી રહેલા પેસેન્જર સ્ટેશન પર જ અટવાઈ ( Vadodara Intercity Express stuck ) ગયાં હતાં.
ટેક્નિકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાશે ઘટનાને પગલે ટ્રેનને સ્ટેશન પર જ રોકી ટેકનિકલ ટીમને જાણ કરવામાં આવી હતી. ટેકનિકલ ટીમ પહોંચી ટીમ દ્વારા બોગીમાં ક્લેમ્પ ( bogie clamp broke at Kanjari railway station ) ફિટીંગની કામગીરી કરવામાં આવશે. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા પણ વંદે ભારત ટ્રેન સાથે આ જ સ્ટેશન પાસે ઘટના બનવા પામી હતી.
રેલ્વે ફટાફટ કામગીરી કરે તો યાત્રી રવાના થાય આ ઘટનાને લઇને મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી. ત્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર જીવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે 'અમદાવાદથી વડોદરા ટ્રેન જતી હતી. ત્રણ ડબ્બા સાથે એન્જીન છૂટું ( bogie clamp broke at Kanjari railway station ) પડી ગયુ છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરો ( Vadodara Intercity Express stuck ) અટવાયા છે. મારે પણ વડોદરાથી ઈન્ટરસિટી પકડવાની હતી એ છૂટી ગઈ છે. રેલ્વે ફટાફટ કામગીરી કરે તો યાત્રી રવાના થાય.'