- નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધ્યું
- વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ
- ભાજપને 27 બેઠકો, જ્યારે અપક્ષ 2 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક
ખેડા: નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધતા ઉમેદવારો તેમજ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૉર્ડ નંબર 3, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેને લઈને વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિજેતા ઉમેદવારો જનતાનો વિશ્વાસ ટકાવી રાખશે
તેમજ વિજેતા ઉમેદવારો જનતાએ પોતાનામાં મૂકેલા વિશ્વાસને ટકાવી વિકાસના કાર્યો કરશે તેવું જણાવી રહ્યા છે.