ETV Bharat / state

વડતાલ ધામમાં બંધ બારણે ભગવાન શ્રીહરિનો 240મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો

author img

By

Published : Apr 21, 2021, 9:42 PM IST

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થ વડતાલ ધામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વર્તમાન કોરોના કાળની મહામારીના પગલે શ્રીહરિનો 240મો પ્રાગટ્યોત્સવ બંધ બારણે ઉજવવામાં આવ્યો હતો.

વડતાલ ધામમાં બંધ બારણે ભગવાન શ્રીહરિનો 240મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો
વડતાલ ધામમાં બંધ બારણે ભગવાન શ્રીહરિનો 240મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો
  • શ્રીરામ પ્રાગટ્યોત્સવ સાથે ચૈત્રી સામૈયાનો પ્રારંભ થયો
  • ઉજવણીની સાથે સાથે દેવોને અન્નકૂટ ધરાવવામાં આવ્યો
  • કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સંતોનો અનુરોધ

વડતાલ: ભગવાન શ્રીહરિએ 240 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના રોજ છપૈયા મુકામે જન્મ ધારણ કર્યો હતો. બુધવારે સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજતા શ્રીધર્મદેવ ભક્તિમાતા, શ્રી વાસુદેવ,શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોરાયજી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રીરાધાકૃષ્ણદેવનો મંત્રાભિષેક કરવામાં આવ્યો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 240માં જન્મ દિવસ નિમિત્તે શ્રીહરિના અંગન્યાસ, કરન્યાસ વગેરે કરીને મંત્રોચ્ચાર સાથે પંચામૃત તથા કેસર જળથી અભિષેક કર્યો હતો.

શ્રીરામ પ્રાગટ્યોત્સવ સાથે ચૈત્રી સમૈયાનો પ્રારંભ

સવારે 11 કલાકે દેવોને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવની આરતી પરંપરાગત રીતે બંધ બારણે કરવામાં આવી હતી. સાથે સાથે 196 વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર ચૈત્રી સમૈયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભાવિકો માટે ઓનલાઈન વ્યવસ્થા કરાઈ

કોરોના મહામારીને અનુલક્ષીને વડતાલ મેનેજીંગ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ભક્તો ઘરેબેઠા વડતાલના સમૈયાનો અને દર્શનનો લાભ લઇ શકે તેવી મંદિર દ્વારા ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સંતોનો અનુરોધ

મંગલ પ્રવચન પ્રસંગે સંતોએ દરેક સત્સંગીઓને કોરોના કાળમાં સાવચેતી જાગૃત્તિ અને એડવાન્સ પગલા લેવા અનુરોધ કર્યો હતો અને કોરોના ગાઇડલાઇનનું પોતાના જીવનમાં પરિવાર માટે અને રાજ્યની સુરક્ષા માટે પાલન કરવા અનુરોધ કર્યો હતો. કોરોના દૂર કરવો અઘરો છે અસંભવ નથી. વડતાલ અક્ષરધામ છે. આ ધામમાં યજ્ઞ ચાલે છે, તે આપણા સહુના સ્વાસ્થ્ય માટે ચાલે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.