ETV Bharat / state

ભગવાન સ્વામિનારાયણના વચનામૃતને હવે અન્ય ભાષામાં પણ વાંચી શકાશે - અનુવાદ પહેલા પરિચયાત્મક ઓનલાઈન સેમિનાર

વડતાલની સંસ્થાએ (Decision of Vadtal Sansthan) ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલુગુ ભાષામાં અનુવાદ કરવાનો (Swaminarayan Vachanamrut translation in Telugu Language) પ્રારંભ કર્યો છે. આ સાથે જ વચનામૃતનું મલ્ટી લેન્ગ્વેજ ટ્રાન્સલેશનનો પ્રોજેક્ટ (Vachanamrut Multi Language Translation Project) પણ શરૂ કરાયો છે. તો શું છે તેની વિશેષતા આવો જાણીએ.

ભગવાન સ્વામિનારાયણના વચનામૃતને હવે અન્ય ભાષામાં પણ વાંચી શકાશે...

author img

By

Published : Jun 27, 2022, 11:10 AM IST

ખેડાઃ વડતાલ સંસ્થાએ (Decision of Vadtal Sansthan) ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતને તેલુગુ ભાષામાં અનુવાદ કરવાની કામગીરી શરૂ કરી છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ (Vadtal Managing Board of Trustees) દ્વારા સાહિત્ય સેવાના કાર્યો હાથ ધરવામા આવ્યા છે. તો હવે આ વચનામૃતનું મલ્ટી લેન્ગ્વેજ ટ્રાન્સલેશનનો પ્રોજેક્ટ (Vachanamrut Multi Language Translation Project) હાથ ધરાયો છે. ડો. બળવંતજાની અને હરેન્દ્ર ભટ્ટ સાથે ડો. સંત સ્વામી આ કાર્યને આગળ વધારી રહ્યા છે.

વડતાલની સંસ્થાએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલુગુ ભાષામાં અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો

અનુવાદના પ્રારંભે યોજાયો સેમિનાર - આ કાર્યના ભાગરૂપે વચનામૃતનું મલ્ટી લેન્ગ્વેજ ટ્રાન્સલેશનનો (Vachanamrut Multi Language Translation Project) પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તેમાંથી કન્નડ ભાષામાં અનુવાદ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તેલુગુ ભાષામાં અનુવાદનો આરંભ થઈ રહ્યો છે ત્યારે રવિવારે ઓનલાઈન સેમિનાર યોજાયો હતો. તેમાં આંધ્રપ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટીના (Andhra Pradesh Central University) પ્રથમ ઉપકુલપતિ અને વચનામૃતનું દક્ષિણની ભાષાઓમાં અનુવાદનું (Swaminarayan Vachanamrut translation in Telugu Language) કાર્ય કરતા ડો. તેજસ્વી કટ્ટીમની ઉપસ્થિત રહ્યા હતા. અનુવાદના પ્રારંભે જ પરિચયાત્મક ઓનલાઈન સેમિનારનું (Introductory online seminar before translation) આયોજન કર્યું હતું. તેમાં વડતાલધામના પ્રતિનિધિઓ, કન્નડ અનુવાદકો અને તેલુગુ અનુવાદકોએ ભાગ લીધો હતો.

વચનામૃતનું મલ્ટિ લેન્ગ્વેજ ટ્રાન્સલેશનનો પ્રોજેક્ટ પણ શરૂ કરાયો

આ પણ વાંચો-Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો

પ્રોફેસરે અનુવાદ અંગેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી - સેમિનારના પ્રારંભે ડો. કટ્ટીમનીએ વચનામૃતના દક્ષિણની ભાષાઓમાં અનુવાદ અંગેની પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી હતી. તેમણે આને ભગવાન સ્વામિનારાયણની કૃપા ગણાવી હતી. જ્યારે સેમિનારના (Introductory online seminar before translation) પ્રારંભે જ્ઞાનબાગ, વડતાલના પૂજ્ય લાલજી ભગતજીએ વચનામૃતના મહત્વના મુદ્દાઓ સંક્ષિપ્તમાં રજૂ કરી અનુવાદ કાર્ય અંગે ધ્યાનમાં રાખવાની વાતો સમજાવી હતી. તો ડો. બળવંત જાનીએ વચનામૃતનો સંદેશ ભગવાને કેવી પરિસ્થિતિમાં અને કોની સમક્ષ આપ્યો તે સમજાવી તેનું આધ્યાત્મિક મૂલ્ય સમજાવ્યું હતું. આ ઉપરાંત ઈન્દોરના પંકજ શાહે આ પ્રવૃત્તિ માટે ડો. કટ્ટીમનીના પ્રયત્નોને આવકારી વચનામૃત ગ્રંથની મહત્તા બતાવી હતી.

આ પણ વાંચો- Guava Utsav was Vadtaldham : વડતાલ ધામ ખાતે જામફળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત - આ સેમિનારમાં વચનામૃતના કન્નડ અનુવાદકો ડો. બસવરાજ ડોનુંર, ડો. ગણેશ પવાર, ડો. શ્રીધર હેગડે, ડો. સંજીવ અયપ્પા, ડો. શંભુ મેસવાણીજી અને તેલુગુ અનુવાદકો પેરૂમલ્લજી, પ્રોફેસર અન્નપૂર્ણા, પ્રોફેસર સરોજિની અને પ્રોફેસર કામેશ્વરીજીએ ભાગ લીધો હતો. જ્યારે વડતાલધામના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ આ પ્રવૃત્તિ બિરદાવી ડો. કટ્ટીમનીને અભિનંદન આપ્યા હતા અને તમામ અનુવાદકોને જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવશે. તેની ખાતરી આપી હતી. વડતાલધામના હરેન્દ્ર ભટ્ટે સેમિનાર અંગે સૌનો આભાર માન્યો હતો. અંતમાં વડતાલ જ્ઞાનબાગ નિવાસી પાર્ષદ પૂજ્ય લાલજી ભગતજીએ કીર્તનભક્તિ સાથે સેમિનારની સમાપ્તિ કરાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.