ETV Bharat / state

ખેડાના સિદ્ધિવિનાયક દેવસ્થાને આયુર્વેદિક ઈકોફ્રેન્ડલી હોળીનું દહન - kheda news

ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં આયુર્વેદિક ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી.

આયુર્વેદિક ઇકોફ્રેન્ડલી હોળી
આયુર્વેદિક ઇકોફ્રેન્ડલી હોળી
author img

By

Published : Mar 29, 2021, 8:19 AM IST

Updated : Mar 29, 2021, 12:49 PM IST

  • આયુર્વેદિક ઈકોફ્રેન્ડલી હોળીનું દહન
  • હોળીમાં આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ
  • હોળીને તૈયાર કરતા લાગ્યા ચાર દિવસ

ખેડા : મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે પરંપરાની તેમજ આરોગ્યની જાળવણી અને પર્યાવરણની શુદ્ધિ માટે આયુર્વેદિક ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાઈ હતી.

આ પણ વાંચો : બાબા રામદેવે પતંજલિમાં ફૂલોની હોળી રમી

હોળીમાં આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ

હોળીમાં 1 હજાર મણ એટલે કે 20 હજાર કિલો લાકડું વાપરવામાં આવ્યું હતું. જેમાં આંબો, અરડૂસી, સમળો જેવા અનેક પ્રકારના ઔષધીય લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ 400 કિલો વિવિધ ઔષધિઓ અને 2,100 છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં કપૂર ગુગળ ચંદન જેવા ધૂપનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અંબાજીમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે હોલિકા દહન કરવામાં આવ્યું

આયુર્વેદિક ઇકોફ્રેન્ડલી હોળી

હોળી તૈયાર કરતા લાગ્યા ચાર દિવસ

21 ફૂટ ઊંચાઈની આ હોળીનો આકાર કમળના ફૂલ જેવો રાખવામાં આવ્યો હતો. હોળી કલરફૂલ બનાવાઈ હતી. સિદ્ધિવિનાયક દેવસ્થાન સેનાના સભ્યો દ્વારા 4 દિવસની કામગીરી બાદ હોળીને કમળ જેવા આકારથી બનાવવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષથી દેવસ્થાન ખાતે ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવે છે.

Last Updated : Mar 29, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.