ETV Bharat / state

કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો

કપડવંજ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ પર હુમલો થતાં ભારે હોબાળો મચ્યો છે. આ હુમલામાં પૂર્વ પ્રમુખને સામાન્ય ઈજાઓ પહોંચતા હાલ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ઘટનાને પગલે કપડવંજ શહેર પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV BHARAT
કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો
author img

By

Published : Feb 22, 2021, 7:16 PM IST

  • બાઈક પર આવેલા હુમલાખોરોએ લાત મારી પાડી દીધાં
  • 4 દિવસ પહેલાં ફોન પર આપી હતી ધમકી
  • કપડવંજ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી

ખેડાઃ કપડવંજ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ એક્ટિવા લઈ પ્રચાર માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પર હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જેમાં તે પડી જતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો

બાઈક પર આવેલા હુમલાખોરોએ લાત મારી પાડી દીધાં

સેજલ બ્રહ્મભટ્ટ ભાજપનો પ્રચાર કરવા જઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક બાઈક પર હેલ્મેટ પહેરી આવેલો હુમલાખોર લાત મારી સેજલ બ્રહ્મભટ્ટને સાંઇનગર સોસાયટીના રોડ ઉપર પાડી જતો રહ્યો હતો. જેથી પડી જવાથી સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ તેઓ પોતાના ઘરે પરત ફર્યાં હતાં.

4 દિવસ પહેલાં ફોન પર મળી હતી ધમકી

પૂર્વ પ્રમુખ સેજલબેનને 4 દિવસ અગાઉ એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં તેમને પ્રચાર કરવા પર હોસ્પિટલમાં પહોંચાડવાની ધમકી મળી હતી.

કપડવંજ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ ઘટનાને લઈ કપડવંજ શહેર પોલિસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે ગુનો નોંધી હુમલાખોરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.