- નડીયાદમાં ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અને કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો
- મહિલા મોરચાએ કેન્દ્ર સરકારમાં ભાજપના 7 વર્ષ થયા હોવાથી કરી ઉજવણી
- મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હાજરીમાં કરવામાં આવી ઉજવણી
ખેડાઃ કેન્દ્ર સરકારમાં ભાજપે 7 વર્ષ પૂર્ણ કરી લીધા હોવાથી દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ખેડા જિલ્લાના નડીયાદમાં ભાજપ મહિલા મોરચાએ રક્તદાન કેમ્પ અને કિટ વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો.
આ પણ વાંચો- 7 વર્ષ પૂર્ણની ઉજવણી: ગીર-સોમનાથ પંંથકમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
મહિલા મોરચાએ કાર્યક્રમનું આયોજન કર્યું
ભાજપ દ્વારા કેન્દ્ર સરકારને સાત વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી વિવિધ સેવા કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ખેડા જિલ્લામાં મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ અને કિટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ પણ વાંચો- પાટણમાં કેન્દ્ર સરકારના સુશાસન વર્ષની ઉજવણી સેવાકીય કાર્યો થકી કરાઈ
જિલ્લાની હોદ્દેદાર મહિલાઓ હાજર રહી હતી
નડીયાદ શહેરમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા દિપીકા સરડવા, પ્રદેશ મહિલા મોરચા મંત્રી નીપા પટેલની અધ્યક્ષતામાં 'બ્લડ ડોનેશન કેમ્પ' યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાની હોદ્દેદાર મહિલાઓ તથા મંડળની મહિલાઓ હાજર રહી હતી.
જરૂરિયાતમંદ મહિલાઓને રાશન કિટનું વિતરણ કરાયું
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નડીયાદ ખાતે જિલ્લા ભાજપ દ્વારા જરૂરિયાતમંદ મહિવાઓને રાશન કિટ,માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લા પ્રભારી ગોરધન ઝડફિયા, સહપ્રભારી શકુંતલા મહેતા, મુખ્ય દંડક પંકજ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલ પટેલ, પ્રદેશ મંત્રી જ્હાનવી વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં કિટ વિતરણ કરાયું હતું.